ધાનેરામાં ઉમિયા માતાજીના રથનું કરાયું ભવ્ય સ્વાગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-09 13:05:37
  • Views : 514
  • Modified Date : 2019-12-09 13:05:37


ઉમીયા પરિવાર દ્વારા સમગ્ર ગુજરાતમા પરીભ્રમણ કરનાર વિશ્વ ઉમીયા ફાઉંડેશન દ્વારા નિમિતે ઉમીયા માતાજીનો દિવ્ય રથ રવિવારે ધાનેરા શહેર ખાતે આવતા આ દિવ્ય રથને ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને આ રથની સ્વાગત આરતી ઉછામણી કરવામા આવી હતી. આ રથ વાજતે ગાજતે સમગ્ર શહેરમાં ફરતા ઠેર ઠેર નગરજનો દ્વારા ફુલહાર અને શ્રીફળ કંકુનુ તીલક કરી આ રથને વધાવવામાં આવ્યો હતો.  આ રથની ધાનેરા શહેરમાં શોભાયાત્રા કાઢવામાં તઆવી હતી તેમા મોટી સંખ્યામા સમગ્ર નગરજનો જોડાયા હતા.  ખુબ જ આનંદ અને ઉલ્લાસ પૂર્વક આ પ્રસંગની શાનદાર રીતે ઉજવણી કરવામા આવી હતી.  સમગ્ર ગુજરાતમાં ફરનારો આ ઉમીયા માતાનો રથ ધાનેરા ખાતે આવી પહોંચતા નગરજનોમાં પણ ભારે ખુશી વ્યાપી જવા પામી હતી. અને સૌએ ખુબ જ હૃદયપૂર્વક આ રથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તેમજ આ રથ મોડી સાંજે સામરવાડા પાસે આવેલ એક સોસાયટી ખાતે પહોંચ્યો હતો અને ત્યાં આતરી કરી હતી. તેમજ રાત્રે ગરબાઓ પણ યોજાયા હતા. જેમાં પાટીદાર સમાજના ભાઇ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાત્રે સૌએ સાથે ભોજન પ્રસાદ પણ લીધો હતો. જ્યારે આ રથને વધાવવા માટે ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલ પણ પહોંચ્યા હતા અને માતાજીને ફુલ ચડાવી રથની સાથે શોભાયાત્રામાં પણ જોડાયા હતા. આ અંગે સુરેશભાઇ પટેલે જણાવેલ કે ઊંઝા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ ઉમિયા માતાજીના મંદિરમાં લક્ષ ચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું છે.  જેમાં દસ લાખથી વધુ પાટીદારોને નિમંત્રણ આપવામાં આવ્યા છે. ૧૮ થી ૨૨ ડિસેમ્બર સુધી ઊંઝામાં દસ લાખથી વધુ પાટીદારો ઉમટી પડશે. આ માટે ૫૦ હજાર કરતા વધુ નિમંત્રણ કાર્ડ પાટીદાર સમાજમાં વિતરણ કરવામાં આવ્યા છે. ૮૦૦ વીઘા જમીનમાં મંડપ બાંધવામાં આવશે અને ૮૦ ફૂટ ઊંચાઈનો યજ્ઞશાળા પણ બાંધવામાં આવશે. એક હજારથી વધુ પંડિતો દ્વારા હોમ કરવામાં આવશે અને ૧૦૮ કુંડી હવન કુંડ બનશે. રોજના પચાસ હજાર માણસો એક સાથે જમી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ હવનમાં પ્રત્યેક જ્ઞાતિ પોતાનો પાટલો અને યજ્ઞકુંડમાં હવન કરી ઉમિયાજીના આશીર્વાદનો લાભ લેશે.  જે નિમિતે આ રથ સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યો છે અને  ધાનેરા આવતા ભારે સ્વાગત કરવામાં આવેલ છે.


Download Our B K News Today App



Related News