થરામાં ઉમાશંકર જોશીની જન્મજયંતીની ઊજવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-24 11:47:44
  • Views : 476
  • Modified Date : 2020-07-24 11:47:44

થરાની  કે.કે. શાહ આર્ટસ અને  એલ.બી. ગુંજારિયા કોમર્સ કોલેજમાં મંગળવારે ગાંધીયુગના નોંધપાત્ર સર્જક અને વિશ્વમાનવી કવિ ઉમાશંકર જોશીની જન્મજયંતિની ઉજવણીનું આયોજન કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ પૂરતું સામાજિક અંતર જાળવીને ઉત્સાહથી ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં પ્રિન્સીપાલ ડૉ. ડી.એસ.ચારણ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજર હતા.પ્રિન્સીપાલના સ્વાગત પ્રવચન બાદ ગુજરાતી વિષયના ત્રણેય અધ્યાપકો ડૉ.વર્ષાબેન જે.ઠક્કર, એલ.કે.વણકર અને ડૉ. મયંકભાઈ જોશી આ સર્જકના સમય, જીવન, કવન અને સાહિત્યિક વિષયો પર પ્રકાશ પાડ્યો હતો. ડૉ.મયંકભાઈ જોશીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. 

Download Our B K News Today App



Related News