યુક્રેન-રશિયા યુદ્ધથી મોંઘવારી વધી : ઘઉંથી લઈને ખાદ્યતેલ થઈ રહ્યું છે મોંઘું, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ શકે છે રૂ. 25 સુધીનો વધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-09 13:09:39
  • Views : 778
  • Modified Date : 2022-03-09 13:09:39

24 ફેબ્રુઆરીથી શરૂ થયેલું યુક્રેન-રશિયા યુદ્ધ 14 દિવસથી ચાલી રહ્યું છે. આ યુદ્ધને કારણે આગામી દિવસોમાં મોંઘવારી વધુ વધી શકે છે. આ યુદ્ધને કારણે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલનો ભાવ 140 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે, જે છેલ્લાં 14 વર્ષમાં ઓલ ટાઈમ હાઈ ભાવ છે. ક્રૂડ ઓઈલ મોંઘું થવાના કારણે આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધવાની શક્યતા છે.

આ સિવાય ડોલર સામે રૂપિયો પણ સૌથી નબળી સ્થિતિમાં પહોંચી ગયો છે. અત્યારે 1 ડોલરની કિંમત રૂ, 77ને પાર થઈ ગઈ છે. આ સંજોગોમાં પણ મોંઘવારી વધી શકે છે. આ સિવાય નેચરલ ગેસ મોંઘો થવાથી આવનારા દિવસોમાં LPG-CNGના ભાવ પણ વધી શકે છે. એ ઉપરાંત મેટલની કિંમતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અમે તમને જણાવીએ છીએ કે આ મોંઘવારીને કારણે સામાન્ય જનતાને શી અસર થશે. સૌથી પહેલા આપણે જાણીએ ક્રૂડ ઓઈલ મોંઘું થવાને કારણે તમને શી અસર થશે?

 

રશિયા ઓઈલ અને નેચરલ ગેસનું એક મેજર પ્રોડ્યુસર છે. યુરોપિયન યુનિયનના નેચરલ ગેસ ઈમ્પોર્ટના લગભગ 40% સપ્લાય રશિયા કરે છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારાથી પેટ્રોલ-ડીઝલ મોંઘાં થશે. એને કારણે ટ્રાન્સપોર્ટ વધી જશે અને એને કારણે ખાણી-પીણીનો સામાન મોંઘો થઈ શકે છે. ક્રૂડ ઓઈલના ભાવ 140 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે, જે 14 વર્ષની સૌથી ઊંચી સપાટીએ છે.
24
ફેબ્રુઆરીએ જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે ક્રૂડ ઓઈલ 100 ડોલર પર વેપાર કરતો હતો.

એટલે કે 13 દિવસમાં જ ક્રૂડ ઓઈલ 40 ટકા મોંઘું થઈ ગયું.

ક્રૂડ ઓઈલના ઈન્ટરનેશનલ માર્કેટમાં 1 ડોલર પ્રતિ બેરલ મોંઘું થતાં પેટ્રોલ-ડીઝલની કિંમત લિટરદીઠ 50-60 પૈસાનો વધારો થયો છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ. 25 સુધીનો વધારો આવી શકે છે.

એ ઉપરાંત સરકારી તેલ કંપનીઓ ટૂંક સમયમાં જ ઈંધણના ભાવમાં રૂ. 6 સુધીનો વધારો કરી શકે છે.

 

રૂ. 10થી 15 પ્રતિ કિલો મોંઘો થઈ જશે CNG-LPG



આ સિવાય યુક્રેન-રશિયા યુદ્ધને કારણે નેચરલ ગેસ સપ્લાય ચેઈનને પણ નુકસાન થયું છે. દુનિયાના કુલ નેચરલ ગેસ ઉત્પાદનમાં 17% હિસ્સો રશિયાનો છે. આ સંજોગોમાં યુક્રેન-રશિયા વિવાદથી પણ ગેસ સપ્લાય પ્રભાવિત થઈ શકે છે. એને કારણે વૈશ્વિક સ્તરે ગેસની અછત સર્જાઈ શકે છે અને આગામી દિવસોમાં સીએનજી અને એલપીજીના ભાવમાં કિલોદીઠ રૂ. 10-15નો વધારો આવી શકે છે.

સોના-ચાંદી, નિકલ, એલ્યુમિનિયમ અને તાંબાના ભાવમાં પણ વધારો
રશિયા-યુક્રેનના કારણે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં અત્યારસુધી કોપર, ઝિંક, નિકલ, લેડ અને એલ્યુમિનિયમ જેવા બેઝ મેટલના ભાવ સ્થાનિક બજારમાં 201 સુધી વઘી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એમાં 300 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. એને કારણે ઈલેક્ટ્રોનિક્સ, વ્હાઈટ ગુડ્સ અને વાસણ સહિત ઘણી વસ્તુઓ મોંઘી થઈ જશે. ઈલેક્ટ્રિક વાહનોમાં આ દરેક મેટલ્સનો ઉપયોગ થાય છે.

વૈશ્વિક બજારમાં 24 ફેબ્રુઆરીથી અત્યારસુધી સૌથી વધુ 302 ટકા નિકલનો ભાવ વધ્યો છે.

એનો ઉપયોગ સ્ટેનલેસ સ્ટીલ અને બેટરીમાં થાય છે. સ્થાનિક બજારમાં તેમાં 201 ટકા મોંઘું થયું છે.

એની અસર સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો અને મેટલનાં સાધનોમાં થાય છે.

Download Our B K News Today App



Related News