યુક્રેન અને રશિયા વચ્ચેના યુધ્ધની અસર તેલ બજાર પર : ભાવ આસમાને પહોંચતા ઘરનું ગણિત ખોરવાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-07 11:30:51
  • Views : 264
  • Modified Date : 2022-04-07 11:30:51

  યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા ૪૧ દિવસથી ચાલી રહેલા યુધ્ધની અસર ભારતમાં હવે તેલીબિયા પર જોવા મળી રહી છે.. ભારતમાં ખાધતેલોના ભાવોમાં થયેલા ધરખમ વધારાને પગલે સરકાર દ્વારા તેલની કિંમતોને અંકુશમાં લાવવા માટે તેલના જથ્થા પર લિમિટ નક્કી કરીને સંગ્રહખોરી અટકાવવાનો પ્રયાસ કર્યો છે...

ભારત વિશાળ દેશ છે અને ભારતમાં ખાધતેલની માંગ ખૂબ જ છે.. પરંતુ ભારતમાં જેટલી ખાધતેલની માંગ છે તેના પ્રમાણમાં માત્ર ચાલીસ ટકા જેટલું જ ખાધતેલ ભારતમાં ઉત્પન્ન થાય છે અને તેના લીધે ભારતને ખાધતેલની પૂરતી કરવા માટે ૬૦ ટકા જેટલું ખાધતેલ વિદેશથી આયાત કરવું પડે છે.. પરંતુ વર્તમાન સમયમાં યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુધ્ધને પગલે સૂર્યમુખી તેલની નિકાસ અટકી ગઈ છે.. તો બીજી તરફ ભારત સરકારની નીતિઓના કારણે ભારતમાં મલેસિયાથી આવતું પામતેલની આયાત પણ બંધ કરીને અન્ય દેશો પાસેથી મંગાવવાની નોબત આવી જતાં ખાધતેલના ભાવોમાં ધરખમ વધારો નોંધાયો છે.. ખાધતેલ જીવન જરૂરિયાતની ચીજવસ્તુમાં સામેલ છે અને તેની કિંમતોમાં થયેલા વધારાને પગલે ભારત સરકાર દ્વારા ખાધતેલના સંગ્રહ પર લિમિટ નક્કી કરવામાં આવી છે.. જેમાં છૂટક વેપારી ૩૦ ક્વિન્ટલ ખાધતેલનો જથ્થો સંગ્રહ કરી શકશે.. જ્યારે ખાધતેલના જથ્થાબંધ વેપારી ૫૦૦ ક્વિન્ટલ તેલના જથ્થાનો સંગ્રહ કરી શકશે.. આ ઉપરાંત તેલીબિયાના છૂટક વેપારીઓ ૧૦૦ ક્વિન્ટલનો જથ્થો જ્યારે તેલીબિયાના જથ્થાબંધ વેપારી ૨૦૦૦ ક્વિન્ટલ તેલીબિયાનો સંગ્રહ કરી શકશે.. સરકારનો આ નિર્ણય વધતાં જતાં તેલના ભાવોને અંકુશમાં લાવવા માટે તેલની સંગ્રહખોરી અટકાવવાનો છે અને આજે તેને પગલે ડીસામાં તેલનું ઉત્પાદન અને વેચાણ કરતાં વેપારીઓ અને તેલીબિયાનો વેપાર કરતાં વેપારીઓ સાથે ખાસ બેઠક યોજવામાં આવી હતી...

 

ભારતમાં ખાધતેલના ભાવો ભડકે બળી રહ્યા છે અને ખાધતેલના ભાવમાં થયેલા વધારાને પગલે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના બજેટ પણ ખોરવાઈ ગયા છે.. ત્યારે સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને લઈ બેઠકમાં સામેલ વેપારીઓએ પણ સમર્થન આપવાની વાત કરી હતી.. ડીસા કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ અને કોંગ્રેસ ગુજરાત ઑ.બી.સી.ના ઉપપ્રમુખ જગદીશભાઇ મોદીએ પણ આ અંગે સરકારની સમર્થન આપવાની જાહેરાત કરી છે..


 

હંમેશા સરકારને ઘેરવા માટે તૈયાર રહેતી કોંગ્રેસ પણ સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને સહકાર આપવાની વાત કરી રહી છે તે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ બક્ષિપંચ સમિતિના ઉપપ્રમુખ જગદીશભાઇ મોદીના નિવેદન પરથી જોવા મળી રહ્યું છે.. ત્યારે હવે જોવાનું એ છે કે સરકાર દ્વારા તેલીબિયા અને ખાધતેલના સંગ્રહને અંકુશમાં લાવવા માટે લેવાયેલો આ નિર્ણય ખરેખર કારગર નીવડશે કે કેમ.... તે તો આવનારા સમયમાં ખબર પડશે...

Download Our B K News Today App



Related News