ઉકરડાે ઉલેચી યુવાનાે બનાવી રહ્યા છે રમણિય બગીચાે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-30 14:11:44
  • Views : 302
  • Modified Date : 2020-09-30 14:11:44

        નવસારી પશ્ચિમ સ્ટેશન વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયક રોડના હિરામેન્શન અને આસપાસનાં વિસ્તારોનાં યુવાનો અને શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વખર્ચે ‘ક્લીન એરિયા નવસારી’ અભિયાન અંતર્ગત પોતાના વિસ્તારની સાફસફાઈ કરી આવતા જતા લોકોનું ધ્યાન ખેંચે તેવી આકર્ષક જગ્યા બનાવીને સ્વચ્છ વિસ્તાર આપણી જવાબદારીનું સૂત્ર અપનાવી સફાઈ અભિયાન ચલાવી રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની 150મી જયંતીના અવસરે સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી. તેને રોલમોડેલ માનીને નવસારીમાં સફાઈ પરમ ધર્મ અને આપણો વિસ્તાર સ્વચ્છ વિસ્તાર સૂત્ર અપનાવી હિરામેન્શનમાં રહેતા કોલેજ-શાળાના વિદ્યાર્થી-યુવાનોએ ક્લીન એરિયા ગ્રુપ બનાવીને કલીન એરિયા નવસારી અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન અંતર્ગત યુવાનોએ જ્યાં તેઓ રહે છે તેવા સ્ટેશન વિસ્તારમાં સાફ સફાઈ કરીને નવસારી શહેરને સ્વચ્છ બનાવવા આ યુવાનોએ હાથે ઝાડું પકડયું છે.રાહુલ હેલેયા, મધુર સાવંત, ચિન્મય સાવંત, અતુલ આહિરે અને સગાર કોરી સહિત અન્ય 15 જેટલા યુવાનોએ ગ્રુપ બનાવી અન્ય યુવાનોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખી શહેર, ગામ અને દેશને ગંદકીમુક્ત કરવાનો સંદેશ પાઠવ્યો છે. આપણે બધા સાથે મળીને પોતાની સોસાયટી, શેરી અને મોહલ્લા સાથે વિસ્તાર સ્વચ્છ અને સુંદર બનાવી વૃક્ષારોપણ કરી માતૃભૂમિ અને કર્મભૂમિનું જતન કરવામાં યોગદાન પૂરું પાડવાના ઉમદા હેતુસર કલીન એરિયા નવસારીના યુવાધનનાં સભ્યોએ સિદ્ધિવિનાયક રોડ (સ્ટેશન-વિજલપોર) પર કચરો ઉપાડી સાફ સફાઈ કરી છે. આ વિસ્તારમાં શ્રી સાંઈ મંદિરની બાજુમાં ગંદકી સાથે કચરાના ઢગ જોવા મળતાં હતા જે જગ્યાને ગંદકીમુક્ત કરી વૃક્ષારોપણ કરી વેસ્ટ વસ્તુનો ઉપયોગ કરી સુંદર નાનો બગીચો બનાવતા વાહનચાલકો અને રાહદારીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.વડાપ્રધાનના સફાઈ અભિયાનને અમે જીવનમાં ઉતારીને નવસારીને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે તેમ માની અમારા વિસ્તારથી યુવાઓનું ગ્રુપ બનાવીને શરૂઆત કરી છે. અમારું ગ્રુપને જ્યાં ગંદકી અને સફાઈની જરૂર છે ત્યાં પહોંચીને સુંદર જગ્યા બનાવીશું. અમે સ્વ ખર્ચે વિસ્તારને સુંદર બનાવ્યો છે. કલીન એરિયા નવસારી અભિયાનમાં પોતાના સ્થાનિક સ્ટેશન વિસ્તાર સાથે શહેર, ગામ, રાજય અને દેશ સ્વચ્છ રાખવાની જવાબદારી સર્વ દેશવાસીઓની છે સૌ જવાબદારી ઉઠાવી વિસ્તારને સ્વચ્છ રાખે તેવી અપીલ છે. > રાહુલ હેલેયા, કાર્યકર્તા, ક્લીન એરિયા ગ્રુપ

Download Our B K News Today App



Related News