આયુર્વેદિક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-13 14:15:26
  • Views : 386
  • Modified Date : 2020-03-13 14:15:26

આયુર્વેદિક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરાયું

 સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીની અરિહંત આયુર્વેદિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ, ગાંધીનગર દ્વારા "આયુર્વેદિક ઉકાળા"નું વિનામુલ્યે વિતરણ કોરોના વાયરસ તથા અન્ય બીજા વાયરલ રોગો સામે પ્રતિબંધક કરવા તથા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કરવામાં આવ્યું. તાજેતરમાં વિશ્વભરમાં  જયારે કોરોના વાયરસનો ભય છે. ખુબ ઝડપથી આ વાયરસ ચીનથી શરૂ કરીને આજે ઇટાલી, ઈરાન, અમેરિકા, ભારત, સિંગાપોર તથા અન્ય દેશોમાં પ્રસરી રહ્યો છે.  તે મનુષ્યના જીવન માટે ઘાતક સાબિત થયો છે, તેવા સંજોગોમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે અત્યંત જરૂરી છે કારણકે અત્યાર સુધી આ વાયરસ સામે ચોક્કસ કોઈ રસી કે દવાનું સશોધન થયું નથી.કોર્પોરેટ સામાજિક જવાબદારી હેઠળ કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા અને લોકોના સ્વાસ્થ્ય સબંધી કેળવણી માટે  સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીની અરિહંત આયુર્વેદિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ, ગાંધીનગર દ્વારા "આયુર્વેદિક ઉકાળા"નું વિના મુલ્યે વિતરણ કોરોના વાયરસ તથા અન્ય બીજા વાયરલ રોગો સામે પ્રતિબંધક કરવા તથા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કરવામાં આવ્યું હતું.આયુર્વેદિક ઉકાળાનું કોલેજ કેમ્પસ ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ, સ્ટાફ મેમ્બર, દર્દીઓને વિના મુલ્યે આ ઉકાળો પીવડાવ્યો હતો. આયુર્વેદિક ઉકાળાની અંદર ગુડુચી, લીમડો, ધનિયા, ત્રિકટુ, અશ્વગંધા, તુલસી વિગેરે ઐષધીઓનો યોગ્ય પ્રમાણમાં સમાવેશ કરીને આયુર્વેદિક કોલેજના રસશાસ્ત્ર તથા ભૈષ્યજ્યકલ્પના વિભાગ દ્વારા શાસ્ત્રોક્ત પદ્ધતિથી આયુર્વેદિક ઉકાળો તૈયાર કરવામાં આવ્યો હતો.  સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી દ્વારા આવનારા દિવસોમાં કેમ્પસની આજુ-બાજુના ગામડાઓ તથા શહેરોમાં પણ આયુર્વેદિક ઉકાળો લોકો સુધી પહોંચાડવાનો સંકલ્પ કરેલ છે. જેથી મહત્તમ લોકોને કોરોનાના વાયરસ સામે રક્ષણ આપી શકાય.


Download Our B K News Today App



Related News