ઉપરવાસમાં વરસાદ બંધ થતાં ઉકાઈના દરવાજા બંધ કરાયા, સપાટી વધીને 337.47 ફૂટ પર પહોંચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-03 11:52:43
  • Views : 364
  • Modified Date : 2020-09-03 11:52:43

        ચાલુ વર્ષે સર્વત્ર વરસાદ સારો વરસ્યો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી ઉકાઈ ડેમ ભરાઈ ગયો છે. હાલ ડેમની સપાટી 337.47 ફૂટે પહોંચી ગઈ છે. ડેમનું રૂલ લેલવ 340 ફૂટ પર રાખવામાં આવ્યું છે. હાઈ એલર્ટ નજીક ડેમની સપાટી પહોંચી ગઈ હોવાથી તંત્ર સતર્ક થઈ ગયું છે.ચોમાસાની ચાલુ વર્ષે બદલાયેલી પેટર્ન વચ્ચે પણ તાપી નદીના ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત જિલ્લા માટે આશિર્વાદ રૂપ સમાન ઉકાઈ ડેમ 80 ટકાથી વધારે ભરાઈ ગયો છે. હવે ડેમ હાઈ એલર્ટ લેવલની નજીક પહોંચી ગયો છે.ગુરુવારે ડેમમાં પાણીની આવક 33,310 ક્યુસેકની છે. જેની સામે 17,516 ક્યુસેક પાણી ડેમમાંથી હાઈડ્રો મારફતે છોડવામાં આવી રહ્યું છે. જેથી ડેમની સપાટી 337.47 ફૂટ નજીક પહોંચી ગઈ છે. હાલ ડેમમાંથી વીજ ઉત્પાદન માટેના હાઈડ્રો ટર્બાઈનને ચાલુ રાખવામાં આવ્યાં છે. ઉપરવાસમાં વરસાદ ન પડવાના કારણે રાહત છે પરંતુ ડેમની સપાટીને લઈને તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. હાલ હથનૂર ડેમમાંથી 27 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

Download Our B K News Today App



Related News