ઉકાઈ ડેમની સપાટી ભયજનક લેવલથી દોઢ ફૂટ દૂર, ઉપરવાસમાં ભારે વરસાદથી 1.75 લાખ ક્યુસેક સુધી પાણી છોડવાનું એલર્ટ જાહેર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-20 13:17:14
  • Views : 437
  • Modified Date : 2020-09-20 13:17:14

        ઉપરવાસમાં વરસાદના પગલે ઉકાઈ ડેમ 345 ફૂટના ભયજનક લેવલથી માત્ર દોઢ ફૂટ જ દૂર રહ્યો છે. હાલ સપાટી 343.59 ફૂટ પર પહોંચી ગઈ છે. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાણીની આવક થવાની હોવાથી તંત્ર દ્વારા સાંજ સુધીમાં 1.75 લાખ ક્યુસેક સુધી પાણી છોડવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.વિતેલા 24 કલાકમાં ઉકાઇ ડેમના ઉપરવાસમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેથી ભરપૂર પ્રમાણમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક થનાર છે. જેથી તંત્ર એલર્ટ થઈ ગયું છે. 10 વાગ્યે ઉકાઇ ડેમની સપાટી 343.59 ફૂટ નોંધાઇ એટલે કે 96.6 ટકા ભરાયો છે. હાલની સપાટી ડેન્જર લેવલ 345 ફૂટ નજીક પહોંચી ચૂકી છે.ઉકાઈ ડેમમાં પ્રતિ સેકન્ડ 9,75,147 લિટર એટલે કે 34437 ક્યુસેક પાણીની આવક સામે પ્રતિ સેકન્ડ 4,80,706 લાખ લિટર પાણી ડિસ્ચાર્જ થઇ રહ્યું છે. જ્યારે હથનુર ડેમની સપાટી 213.12 મીટર છે. ડિસ્ચાર્જ પ્રતિ સેકન્ડ 5.86 લાખ લિટર એટલે કે 20723 ક્યુસેક છે. વિયર કમ કોઝવેની સપાટી 6.88 મિટર છે. કોઝવે પર પ્રતિ સેકન્ડ 15.32 લાખ લિટર એટલે કે 54143 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઇ રહ્યું છે.

Download Our B K News Today App



Related News