ફેસબુક પર રાજીનામું આપનાર બીજા CM બન્યા ઉદ્ધવ ઠાકરે, આનંદીબેને સૌથી પહેલા કરી હતી શરૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-30 11:57:21
  • Views : 281
  • Modified Date : 2022-06-30 11:57:21

 

સોશિયલ મીડિયાના માધ્યમ થકી રાજીનામું આપનાર ઉદ્ધવ ઠાકરે દેશના બીજા મુખ્યમંત્રી

સુપ્રીમના ફ્લોર ટેસ્ટના ચુકાદા બાદ ગઇકાલે FB પર રાજીનામાની કરી હતી જાહેરાત

અગાઉ આનંદીબેને 1 ઓગસ્ટ 2016ના રોજ સોશિ. મીડિયા દ્વારા CM પદેથી આપ્યું હતું રાજીનામું

 

ઉદ્ધવ ઠાકરેના CM પદેથી રાજીનામાને લઇને એક વિશેષ બાબત છે કે, સોશિયલ મીડિયા (facebook) ના માધ્યમ થકી CM પદેથી રાજીનામું આપનાર ઉદ્ધવ ઠાકરે દેશના બીજા મુખ્યમંત્રી બન્યા છે. અગાઉ 1 ઓગસ્ટ 2016ના રોજ આનંદીબેન પટેલે પણ ગુજરાતના CM પદેથી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થકી રાજીનામું આપ્યું હતું.

 

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટનો માર્ગ મોકળો કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક પર લાઇવ કરી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદને છોડવાની ઓફિશિયલ જાહેરાત કરી હતી. તેઓએ વિધાન પરિષદમાંથી રાજીનામું આપવાની પણ જાહેરાત કરી હતી. આથી આજે તેઓએ વિધાનસભા પરિષદનું સભ્યપદ પણ છોડી દીધું છે

સુપ્રીમ કોર્ટે ગુરૂવારે જ ફ્લોર ટેસ્ટ કરવાના આદેશ આપ્યા હતા

મહત્વનું છે કે, ઉદ્ધવ ઠાકરેએ ગઇકાલે ફેસબુક લાઇવમાં પોતાનો ત્યાગપત્ર આપી દીધો છે. તેઓએ કહ્યું હતું કે, 'તેમને મુખ્યમંત્રીની ખુરશી જવાનો કોઈ ડર નથી. હું મુખ્યમંત્રી પદ છોડી રહ્યો છું.' સુપ્રીમ કોર્ટથી મળેલા ઝટકા બાદ ઉદ્ધવ ઠાકરેએ બુધવારે રાત્રે ફેસબુક લાઇવ દ્વારા જનતાને સંબોધિત કરી હતી. સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ફ્લોર ટેસ્ટ કરવાના આદેશ આપ્યા હતા.

તમને જણાવી દઇએ કે, ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનમાં બળવાખોર એકનાથ શિંદે પર પ્રહાર કર્યા હતા. ઠાકરેએ કહ્યું હતું કે, અમે જે રીક્ષાવાળા, ચા વાળાઓને નેતા-ધારાસભ્ય બનાવ્યા, તેમણે અમને દગો આપ્યો. અમે તેમને વાતચીત માટે આમંત્રણ આપ્યું હતું પરંતુ તેઓ પરત ફર્યા.

 

અમારે કંઇ નથી જોતું, માત્ર આશીર્વાદ જોઈએ: ઉદ્ધવ ઠાકરે

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, 'અમે ખેડૂતોની દેવામાફીના કામને પૂર્ણ કર્યું. અમે ઉસ્માનાબાદનું નામ ધારાશિવ કરી દીધું છે. અમે ઔરંગાબાદનું નામ સંભાજીનગર કરી દીધું છે. ઉદ્ધવ ઠાકરેએ શરદ પવાર અને સોનિયા ગાંધીના નામનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, અમારે કંઇ નથી જોતું, માત્ર આશીર્વાદ જોઈએ. મુખ્યમંત્રી પદ છોડવાનું અમને કોઈ દુઃખ નથી. સ્થિતિને યોગ્ય કરવા માટે અનેક પ્રકારના પગલા ભરવા પર વિચાર કરવામાં આવી રહ્યો હતો. કોંગ્રેસ મંત્રીમંડળથી બહાર જવા માટે પણ તૈયાર હતી.' ઉદ્ધવના અનુસાર તેમણે સ્પષ્ટ કર્યું કે અંતે કઇ વાતથી બળવાખોર ધારાસભ્યો નારાજ હતા.

લોકોને સંબોધિત કરતા ઉદ્ધવે જણાવ્યું હતું કે, 'અમારા કાર્યકર્તાઓએ મહેનત કરી, અમે સંભવ હોય તે બધુ એમને આપ્યું, હું રાજ્યપાલનો આભાર માનું છું કે તેમણે પત્ર મળ્યા પછી તરત નિર્ણય લીધો, જે અમારા હતા તે અમારાથી દૂર થઇ ગયા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમને દગો દેવાના છે તેવું લાગતું હતું તે સાથે રહ્યા હતા. મેં કોંગ્રેસ અને એનસીપીના નેતાઓએ કહ્યું અમે પદ છોડવા માટે તૈયાર છીએ.'

 

Download Our B K News Today App



Related News