એકઝીટ પોલમાં પરબતભાઈની જીત નક્કી થતાં થરાદ વિધાનસભાની સીટ ઉપર ઉમેદવારોની લાળ ટપકવાં લાગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-21 11:31:30
  • Views : 1147
  • Modified Date : 2019-05-21 11:31:30

લોકસભાની ચૂંટણીમાં ભાજપના વર્તમાન ધારાસભ્ય પરબતભાઈ પટેલ લડતાં આજે એકઝીટપોલમાં ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ એક લાખથી વધુ મતોથી વિજય બનશે. પરંતુ વિધાનસભાની સીટ ખાલી થતાં ભાજપ-કોંગ્રેસના વિધાનસભા લડવાના ઉમેદવારોની લાળ ટપકવાં લાગી હતી. જેમાં થરાદના ઘણાં આગેવાનો ટિકીટની માંગણી કરશે. જેમાં કોંગ્રેસપાર્ટીમાં ડી.ડી.રાજપૂતને ફરી ટિકીટ મળે તેવા એંધાણ જાવા મળી રહયા છે પરંતુ કોંગ્રેસ તરફી ગુલાબસિંહ રાજપૂત, આંબાજી સોંલકી, માવજીભાઈ પટેલ, પ્રધાનજી ઠાકોર, માંગીલાલ પટેલ, જેમાંથી કોઈ પણ આગેવાન ટિકીટની માંગણી કરી શકે તો ભાજપમાં પટેલ સમાજનું પ્રભુત્વ હોવાથી ફરી પરબતભાઈના પુત્રો શૈલેશભાઈ અને મહેશભાઈને પાર્ટી ટિકીટ આપી શકશે. પરંતુ ભાજપ તરફી અજયભાઈઓઝા, રૂપશીભાઈ પટેલ, મધુસુદંન પુરોહિત, દિલીપ કુંભારા, તેમજ થરાદ રાજવી અર્જુનસિંહ વાઘેલા પણ ટિકીટ માંગી શકશે. પરંતુ બંને પાર્ટી પોતાની સીટ મેળવવા માટે યોગ્ય અને મજબુત ઉમેદવારને પ્રભુત્વ આપશે.

Download Our B K News Today App



Related News