આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘સિયાવા' મેળો ભરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-25 07:12:54
  • Views : 1448
  • Modified Date : 2019-04-25 07:12:54

શક્તિ, ભક્તિ અને
આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી, ગુજરાત અને રાજસ્થાન સીમા પર અરાવલી પહાડોમાં આવેલું જગતજનની માં અંબાનું પ્રાચીન તીર્થ છે. આજથી વર્ષો પહેલાં આ ધામમાં વનવાસી સમાજના લોકો વસતા હતા અને દેવીની ઉપાસના કરતા હતા. સમય જતા આ સમાજના લોકો ધીરે ધીરે જંગલ તરફ પ્રયાણ કરવા લાગ્યા અને વનમાં વસવા લાગ્યા એટલે આ લોકો વનવાસી સમાજ તરીકે ઓળખાવા લાગ્યા. ગુજરાત અને રાજસ્થાન સરહદ પરના વિવિધ ગામોમાં આદિવાસી સમાજની બહુમતી છે અને આજે પણ આ સમાજના લોકોમાં મેળા અને તહેવારોનો મહિમા અનેરો છે. આ સમાજના લોકો મોટેભાગે જંગલોમાં છુટા છવાયા ઘર માંડી રહે છે અને વારે તહેવારે ભરાતા મેળાઓમાં બધા સાથે મળીને રહેતા હોય છે. ત્યારે આવો જ  એક મેળો કલા અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરે છે. આ મેળો અંબાજીથી આબુના માર્ગ પર નદીના કિનારે ભરાય છે અને આ મહામેળામાં આદિવાસી સમાજ આવી નાચગાન કરી આનંદ મેળવે છે અને બાદમાં જલોઈ ફળીયા વાળા લોકો શિવ પાર્વતીની મૂર્તિ સાથે ઝવેરા સાથે બાળકીઓ આવે ત્યારે મેળાની પૂર્ણાહુતિ થાય છે. આ મહામેળામાં ભારે ભીડ હોવાના કારણે આબુ અને અંબાજીનો હાઇવે માર્ગ પોલીસ તરફથી બંધ રાખવામાં આવ્યો હતો.
સિયાવા મેળો ચૈત્ર વદ  ચોથના સાંજથી ચૈત્ર વદ  પાંચમના સાંજ સુધી સિયાવા ગામમાં જાહેર માર્ગ પર અને પુલ નીચે ભરાય છે. આ મેળામાં આદિવાસી સમાજની જાંખી અને વિવિધ કલાઓના દર્શન થાય છે. અહીં મેળા જેવું વાતાવરણ હોય છે દુકાનો લાગે છે. ઝૂલાઓ અને વિવિધ ખાણી પીણીની દુકાનો લાગે છે અને આદિવાસી સમાજની બહેનો અને ભાઈઓ વિવિધ ડ્રેસોમાં નાચગાન કરી મેળાનો આનંદ માણે છે. આટલી ગરમીમાં પણ સિયાવા મેળો નદી કાંઠે ભરાયો હતો અને આ મેળો પ્રાચીન કાળથી ભરાય છે. આ મેળાની ખાસિયત એ છે કે સાદડી ગામમાં મેળો ભરાયો હતો ત્યારે સિયાવા ગામના ભાઈઓ રાજસ્થાન જઈ આ મેળામાંથી એક છોકરી ઉપાડી સિયાવા ગામમાં લઇ આવ્યા હતા અને આ છોકરી અહીં આવી લોકોને અને ગ્રામજનોને ભારે હેરાન કરવા લાગી આથી ગ્રામજનોને માલુમ પડયું કે આ દેવીનો અવતાર છે ત્યારે ગ્રામજનો આના ઉપાય માટે બુદ્દિજીવી લોકો પાસે ગયા અને આ નદી પાસે ગણગોર  શિવ પાર્વતીની મૂર્તિ બનાવી પૂજા કરવાની વાત કરીઅને આજ કારણે દર વર્ષે અહીં જલોયા ફળીના લોકો આજના દિવસે શિવ અને પાર્વતીની મૂર્તિ જંગલની વસ્તુઓથી બનાવી નાચતા કુદતા સિયાવા ગામ આવે છે અને આ શોભાયાત્રામાં આદિવાસી સમાજની બહેનો નાચગાન કરી અહીં નદી કાંઠે પૂજા વિધિ કરે છે અને ત્યારબાદ મેળાની પૂર્ણાહુતિ થાય છે. આજની ૨૧ મી સદીમાં પણ આ સમાજ પોતાની પરંપરાને વળગી રહ્યું છે અને પોતાના સમાજમા થતા દરેક મેળાઓમાં પોતાની આદિવાસી સંસ્કૃતિની જાંખી  કરાવે છે. મેળામાં વધુ ભીડ હોવાના કારણે આ આબુ - અંબાજી માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. પોલીસ તરફથી અને વહીવટી તંત્ર તરફથી તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News