ડિસા-પાલનપુર હાઇવે પર અકસ્માતઃ ડેરીમાં દૂધ ભરાવવા જતાં બે યુવકોના કારની ટક્કરથી મોત, ચાલક ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-04 12:24:17
  • Views : 1129
  • Modified Date : 2020-08-04 12:24:17

   પાલનપુર તાલુકાનાં ડીસા-પાલનપુર હાઇવે ઉપર મોટા ગામનાં પાટિયા પાસે શનિવારે સાંજે માળવાના પરા ગામનાં બે યુવાનો ચાલતાં ડેરીએ દૂધ ભરાવવા જતાં હતાં. તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવતી કારનાં ચાલકે પાછળથી ટક્કર મારતાં બંને યુવાનોના ઘટના સ્થળે મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જે અંગે મૃતક યુવકના કાકાએ ગઢ પોલીસ મથકે કારના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

Download Our B K News Today App



Related News