ટુ-વ્હીલર લઈને ટ્યુશન અને શાળાએ જતા 37 સગીર બાળકો પકડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-21 16:26:18
  • Views : 787
  • Modified Date : 2020-02-21 16:26:18

પાટણ શહેરમાં ગુરૂવારે પહેલીવાર બાળકો માટે ટ્રાફીક ડ્રાઇવ કરાઇ હતી જેમાં 37 સગીર બાળકો ટુ-વ્હીલર લઈને ટ્યુશન અને શાળાએ જતા પોલીસની દોઢ કલાકની સ્પેશિયલ ડ્રાઇવમાં પકડાતા પોલીસે તમામ બાળકોના વાહનો પોલીસ સ્ટેશન ખાતે મૂકાવી દીધા હતા. સાંજે વાલીઓને બોલાવી એસપી અક્ષય રાજ મકવાણા ની ઉપસ્થિતિમાં સગીર બાળકોને લાયસન્સ વગર વાહન ચલાવવા ન આપવા ખાસ સુચના આપી હતી અને હવે પછી સગીર બાળકો વાહન ચલાવતાં પકડાશે તો વાહન ડિટેઇન કરી વાલી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપી હતી સાથે તમામ વાલીઓને તુલસીના છોડ આપી બાળકને છોડની જેમ કાળજીથી ઉછેરવા માટે સંદેશ આપ્યો હતો. તમામ 37 ટુ વ્હીલર નો 500 રૂપિયા પ્રમાણે રૂ.18500 સ્થળ દંડ કર્યો હતો છાત્રો અને વાલીઓને જાગૃત કરવા અગાઉ બી ડિવિઝન પોલીસે પાટણ શહેરની20 જેટલી સ્કૂલો ને પત્ર લખી જાણ કરી હતી ત્યારબાદ ગુરુવારે સવારે સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી હતી જેમાં બી ડિવિઝન પોલીસ શહેર ટ્રાફિક જિલ્લા ટ્રાફીક એમ ત્રણ ટીમોમા પી.આઈ ચિરાગ ગોસાઈ ,પી.એસ.આઇ જેડી ઓઝા, પીએસઆઇ ડી વી ખરાડી અને શહેર ટ્રાફીક પી.એસ.આઈ બિ. એસ ગઢવી તેમજ જિલ્લા ટ્રાફીક ની ટીમે બગવાડા દરવાજા રેલ્વે સ્ટેશન અને રેલવે ગરનાળા પાસે સવારે 8:00થી 9: 30 કલાક સુધી દોઢ કલાક ચેકિંગ કર્યું હતું . બી ડિવિઝન પીઆઈ ચિરાગ ગોસાઈએ જણાવ્યું કે સગીર બાળક વાહન ચલાવતાં પકડાશે તો પોલીસ નું વર્તન આટલું હળવું નહી દેખાય.ભાવનગરમાં તેમણે 182 વાલીઓ સામે કાર્યવાહી કરી હતી. ૧૬ થી ૧૮ વર્ષના બાળકો ઈલેક્ટ્રીક સ્કૂટર કે 50 સી.સી ના વાહનો લાયસન્સ મેળવીને ચલાવી શકે છે. એસ પી અક્ષયરાજ મકવાણાએ વાલીઓને જણાવ્યું હતું કે નાના બાળકને વાહન ચલાવવા આપવાથી તેની પોતાની અને સામે આવતા વાહન ચાલકની એમ બે જિંદગી જોખમાય છે. લાયસન્સ વગર બાળકને વાહન ચલાવવા આપવું ન જોઈએ. વધુમાં જણાવ્યું હતું કે તેઓ નાના હતા ત્યારે સાયકલ લઈને જ ટ્યુશન જતા હતા અને ક્યારેક જરૂર પડતી તો તેમના પિતા તેમને મૂકવા જતા હતા.

Download Our B K News Today App



Related News