ડીસાના કંસારી નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-04 14:12:47
  • Views : 528
  • Modified Date : 2020-08-04 14:12:47

    ડીસા તાલુકા પોલીસે કંસારી નજીક વોચ ગોઠવી વિદેશી દારૂ ભરીને જતી કાર ઝડપી હતી. પોલીસે રૂપિયા રૂ.1.44 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીસા તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઝેરડા આઉટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતાં. જે દરમ્યાન ઝેરડા તરફથી આવી રહેલ જીજે-05-સીએચ-7323 નંબરની કારમાં વિદેશી દારૂ આવતો હોવાની બાતમી ડીસા તાલુકા પીઆઇ એમ.જે.ચૌધરીને મળી હતી.

Download Our B K News Today App



Related News