ડીસાના આસેડા ગામેથી જુગાર રમતાં બે ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-06 11:35:03
  • Views : 588
  • Modified Date : 2020-08-06 11:35:03

   ડીસાના આસેડા ગામના શ્રવણજી સુરસંગજી ઠાકોર પોતાના ઘરે જુગાર રમાડતો હોવાની બાતમી મળતાં પોલીસે રાત્રે એક વાગ્યાના સુમારે રેડ કરતાં જુગાર રમતાં શખ્સો પોલીસને જોઇ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે પીછો કરી કાન્તીજી તેજાજી ઠાકોર (રહે.કોઇટા, તા.સરસ્વતિ, જી.પાટણ) અને પોપટજી વિરમાજી ઠાકોર (રહે.આસેડા, તા.ડીસા) ને રૂપિયા 16,700 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે મનુભાઇ વાલાભાઇ પરમાર, શ્રવણજી સુરસંગજી ઠાકોર (બન્ને રહે.આસેડા) અને દિપાજી ઠાકોર (રહે.ખારેડા, તા.સરસ્વતિ, જી.પાટણ) પોલીસને જોઇ ફરાર થઇ ગયા હતા.

Download Our B K News Today App



Related News