રાણપુર ઉગમણાવાસ નજીકથી વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝબ્બે રાણપુર ઉગમણાવાસ નજીકથી વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝબ્બે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-28 14:19:33
  • Views : 669
  • Modified Date : 2020-07-28 14:19:33

  ડીસાના રાણપુર ઉગમણાવાસથી મોરથલ ગોળીયા જવાના કાચા રસ્તા પરથી વિદેશી દારૂની ખેપ મારનાર બે યુવકોને વિદેશી દારૂ તેમજ મોટર સાયકલ સહિત રૂપિયા 44,640 ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. હે.કો. બાબરજી વરસંગજીને મોરથલ ગોળીયાથી રાણપુર ઉગમણાવાસ તરફ આવી રહેલ જીજે-08-એઆર-7971 નંબરના મોટર સાયકલ ઉપર વિદેશી દારૂ આવી રહ્યો હોવાની બાતમી મળતાં પર વોચ ગોઠવી હતી.જેથી મોટર સાયકલ આવી જતાં પોલીસે રોકાવી તપાસ કરતાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. જો કે, મોટર સાયકલ પર સવાર બન્ને શખ્સોએ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે ઝડપી પાડ્યાં હતાં. પોલીસે રૂપિયા 8,640 નો દારૂ, રૂપિયા છ હજારની કિંમતના બે મોબાઇલ તેમજ રૂ. 30 હજારની કિંમતનું મોટર સાયકલ સહિત રૂપિયા 44,640 ના મુદ્દામાલ સાથે પ્રકાશભાઇ પુનમાજી ઠાકોર (રહે.રાણપુર આ.વાસ) અને વિક્રમકુમાર શંભુજી ઠાકોર (રહે.કાંટ) ને ઝડપી ગુનો નોંધ્યો હતો.

Download Our B K News Today App



Related News