થરાદના મિયાલ પાસે રોડ પર ઊભેલી ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં 2નાં મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-28 12:45:51
  • Views : 504
  • Modified Date : 2020-07-28 12:45:51

  મેસરા ગામે હાઇવે પર ઓટો પાર્ટ્સનો વ્યવસાય કરતા ત્રીકમાભાઇ પદમાભાઇ ચૌધરી બાઇક પર તેમની દુકાનમાં નોકરી કરતા હિતેશભાઇ નારાણભાઇ ચૌધરીને લઇ રવિવારે મિયાલ ગામના હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે હાઇવે પર ટ્રક નંબર આરજે-50-જીબી-1891ના ચાલકે પોતાના ટ્રકમાં ડીપર આપ્યા વિના જ પાર્ક કર્યું હતું. જો કે અચાનક ત્રીકમાભાઇનું બાઇક ટ્રકની પાછળની સાઇડે ધડાકાભેર ટકરાતા બાઇક પર સવાર ત્રીકમાભાઇ અને હિતેશભાઇ રોડ પર પટકાયતાં બંન્નેના મોત નિપજ્યાં હતાં. મૃતકના ભત્રીજા રમેશભાઇ ચૌધરીએ ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News