ડીસામાં યુવાનના ગળામાંથી સોનાની ચેન તોડી બે ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-04 12:46:30
  • Views : 607
  • Modified Date : 2020-08-04 12:46:30

    ડીસાના બગીચા રોડ ઉપર બાઈક પર આવેલા બે શખ્સોએ બાઇક પર ઘર તરફ જઈ રહેલા યુવાનના ગળામાંથી સોનાની ચેનની તફડંચી કરી ભાગી ગયા હતા. જોકે ચેન ઝુટવતી વખતે તૂટી જતા અડધી ચેન યુવાનના ગળામાં જ રહી ગઈ હતી.અડધી ચેન લઈ ફરાર થઈ ગયા હતા. ડીસામાં મંગળવારે સવારના સમયે વિરલ પાર્ક નજીક જયુપીટર સ્કૂટર નં.જી.જે 8 બીસી 4253 લઈને જઈ રહેલા પ્રગ્નેશ દિનેશભાઈ ઠક્કરની બાઈક ઉપર આવેલા બે શખ્સોએ ગળામાં પહેરેલી બે તોલાની સોનાની ચેન ઝુંટવી ભાગી ગયા હતા જોકે ભાગતી વખતે ચેન તૂટી જતા અડધી ચેન પ્રજ્ઞેશભાઈ ના હાથમાં રહી ગઈ હતી. ઘટનાને લઇ પ્રજ્ઞેશભાઈ એ બૂમાબૂમ કરી હતી પરંતુ બાઇક સવાર શખ્સો ભાગી ગયા હતા. જે બાબતે પ્રજ્ઞેશભાઈ ઠક્કરે ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે બે દિવસ પહેલા પાલનપુરની જ્યોર્જ કલબ નજીક મહિલાના ગળામાંથી સોનાની ચેનની તફડંચી કરી ભાગેલા શખ્સો મહિલાની સતર્કતાના કારણે ઝડપાઈ ગયા હતા.

Download Our B K News Today App



Related News