સુઇગામમાં પોણા બે,ભાભરમાં પોણો ઈંચ વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-02 14:14:46
  • Views : 384
  • Modified Date : 2020-08-02 14:14:46

   વરસાદની લાંબી રાહ જોવડાવ્યા બાદ સરહદી પંથકમાં શનિવારે વરસાદી માહોલ જામતા ખેડૂતો આનંદ સહિત પ્રજાજનોમાં આનંદ છવાયો હતો. જેમાં સુઇગામમાં-40, ભાભર-19, લાખણી-17, થરાદ-7 અને દિયોદર-ધાનેરામાં 3-3 મિમિ વરસાદ નોંધાયો હતો. ભાભરના બેડા ગામે વીજળી પડતા ખેડૂતની 2 ભેંસના મોત થયા હતા. શનિવારે સવારથી જ સરહદી પંથકના સુઈગામ, લાખણી, ભાભર, ધાનેરા, વાવ, દિયોદર અને થરાદ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. સવારે 10 વાગ્યાથી માંડી ચાર વાગ્યા સુધી વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઇ હતી. 

Download Our B K News Today App



Related News