2 કલાકમાં દિયોદરમાં અઢી ઇંચ અને અંબાજીમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-17 14:55:24
  • Views : 661
  • Modified Date : 2020-08-17 14:55:24

    બનાસકાંઠામાં છેલ્લા ચારેક દિવસથી મેઘમેહર જારી છે.દિયોદરમાં સાંજે 2 કલાકમાં અઢી ઇંચ વરસાદ, અંબાજીમાં પણ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો.જેને લઇ રસ્તાઓ ઉપર ઢીંચણસમા પાણી ભરાયા હતા.જિલ્લામાં સવારે 6 થી સાંજના 6 સુધીમાં અમીરગઢમાં 21, ડીસામાં 16, દાંતામાં 37, વડગામમાં 18, સુઇગામમાં 24 જ્યારે અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ પડ્યો હતો. દિયોદર પંથકમાં રવિવારે બપોરે ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ ગતિશીલ પવન સાથે વરસાદ આવતા સાંજે 4થી 6માં અઢી ઇંચ વરસાદ નોંધાવા પામ્યો હતો. ત્યારે દિયોદર શહેરના નીચાણવાળા વિસ્તારો જુના બસસ્ટેશન, પોલીસ સ્ટેશન રોડ, લક્ષ્મીપુરા, અયોધ્યાનગર સોસાયટી, શ્રીનાથજી સીટી વગેરે વિસ્તારોમાં પાણી ભરાતાં વાહન ચાલકો, રાહદારીઓએ ભારે અગવડતા ભોગવવી પડી હતી.બાજી પંથકમાં સવારે 10 થી 12માં 2 કલાકમાં અંદાજે 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આમ ધોધમાર વરસાદને પગલે યાત્રાધામના માર્ગો ઉપર ઢીચણસમા પાણી ભરાયા હતા. જ્યારે આસપાસના વિસ્તારોમાં પણ નાળાઓ છલકાઈ જવા પામ્યા હતા. તેમજ નીચાણવાળા વિસ્તાર તો થોડીવાર માટે બેટમાં ફેરવાઇ જતા વાહનચાલકો ભારે મુશ્કેલી અનુભવી હતી. બીજી તરફ અંબાજી નજીક કોટેશ્વર ખાતે સરસ્વતીના પ્રાગટ્ય સ્થાન પણ વરસાદી નીરથી ઉભરાયું હતું. જ્યારે કોટેશ્વર માર્ગ ઉપર સહીત નજીકના પાન્સા માર્ગ ઉપરના નાળા પણ ઉભરાઈ જવા પામ્યા હતા.


Download Our B K News Today App



Related News