પાલનપુરના ખાનગી શો રૂમમાં થયેલ લાખો રૂપિયાની ચોરીના બે આરોપીઓ ઝડપાયા : પોલીસે સોના ચાંદીના દાગીના કર્યા જપ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-28 10:56:15
  • Views : 240
  • Modified Date : 2022-06-28 10:56:15

 

મધ્યપ્રદેશના અને મહારાષ્ટ્રના આરોપીઓ ઝડપાયા

 

પાલનપુરમા કારના ખાનગી શો રૂમમાં પચીસ દિવસ અગાઉ 65 લાખની થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે પોલીસે મધ્યપ્રદેશના બે આરોપીઓની ધરપકડ કરી 22 લાખની રોકડ જપ્ત કરી હતી જ્યારે સોના ચાંદીના દાગીના પણ પોલીસે જપ્ત કર્યા હતા

 

ત્રણ જૂનની રાત્રે પાલનપુર હાઇવે પર આવેલા કાર ના શો રૂમ માં 65 લાખ ની ચોરી થઈ હતી .જે ચોરી ને લઇ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.લાખો ની ચોરી કરનાર ચોરો ને પકડવા માટે   જિલ્લા પોલીસ વડા 3 પોલીસ ની ટીમો બનાવી હતી . પોલીસે હ્યુમન સોર્સ અને  ટેકનિકલ સરવેલન્સ ને લઈ  પોલીસ ચોરી નાં મૂળ સુધી પહોંચી હતી અને પોલીસે મધ્યપ્રદેશ થી 2 આરોપીઓ ની ધરપકડ કરી હતી જોકે ગુના માં સંડોવાયેલા 2 આરોપી હજુ ફરાર છે આરોપીઓ  મોડેસ ઓપરેન્ડી પ્રમાણે હતી કે આરોપીઓ ટ્રાન્સપોર્ટ ની ટ્રક માં ડ્રાઇવર અને કંડકટર તરીકે કામ કરી અલગ અલગ રાજ્યો માં ટ્રાન્સપોર્ટ નો માલ ખાલી કરી આસપાસ ના શહેરો મા શો રૂમો ને મોબાઇલ મેપ મા સર્ચ કરી ચોરી નો ટાર્ગેટ કરતા ત્રણ જૂને ચાર આરોપીઓ પાલનપુર મા ટ્રાન્સપોર્ટ નો માલ ખાલી કર્યો હતો અને મોબાઈલ મા શો રૂમ સર્ચ કરી પાલનપુર હાઇવે પર આવેલ કાર ના શો રૂમ માં પાછલ ની દીવાલ કૂદી સાથે લાવેલ સાધનો થી શો રૂમ નું તાળું કાપી અને તિજોરી માં પડેલા 65 લાખ રોકડ ની ચોરી કરી ફરાર થયા હતા .ત્યારે પોલીસ ની અલગ અલગ ત્રણ ટીમો તપાસ હાથ ધરી હતી જેમાં આરોપી મધ્ય પ્રદેશ નાં હોવાનું સામે આવ્યું હતું .ત્યારે પોલીસે મધ્ય પ્રદેશ જઇ આરોપીઓ ને ઝડપી પાડયા હતા.તેમજ તેમની  પાસે થી પોલીસે 22 લાખ રોકડા જપ્ત કર્યા હતા જ્યારે બાકી રકમ ના આરોપીઓ સોના ચાંદીના દાગીના બનાવી લીધા હતા.ત્યારે પોલીસે સોના ચાંદીના દાગીના પણ આરોપીઓ પાસે થી કબ્જે કર્યા હતા. આરોપીઓ અગાઉ પણ 3 ચોરી ના ગુના માં સામેલ હોવાનું ખુલ્યું હતું અત્યારે તો પોલીસે 2 આરોપીઓ ની ધરપકડ કરી બાકી 2 ફરાર આરોપીઓની શોધ ખોળ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News