વડોદરામાં હેલ્મેટનો દંડ ફટકારતા પોલીસ અને બાઇક ચાલકો વચ્ચે તું-તું મેં-મેં, કેટલાક તો પોલીસને જોઇને ભાગ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-09 15:16:30
  • Views : 382
  • Modified Date : 2020-09-09 15:16:30

       રાજ્યભરમાં હેલ્મેટના કાયદાનો કડક અમલ કરાવવા માટે પોલીસ દ્વારા આજથી ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. વડોદરા શહેર પોલીસે પણ આજે સવારથી વિવિધ ટ્રાફિક પોઇન્ટો પર ડ્રાઇવ શરૂ કરી દીધી છે અને હેલ્મેટ ન પહેરનારને નવા કાયદા મુજબ 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરમાં પોલીસકર્મીઓ અને બાઇક ચાલકો વચ્ચે તું-તું મેં-મે જોવા મળ્યું હતું. કેટલાક બાઇક ચાલકો તો પોલીસને જોઇને ભાગ્યા હતા, પરંતુ, છેવટે પોલીસે તેમને પકડીને દંડ ફટકાર્યો હતોવડોદરા શહેરમાં આ પહેલા થયેલી ફરજીયાત હેલ્મેટની ડ્રાઇવ દરમિયાન પોલીસ અને બાઇક ચાલકો વચ્ચે ઘર્ષણના બનાવો બની ચૂક્યા છે, ત્યારે આ વખતે પણ પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણના એંધાણ વર્તાઇ રહ્યા છે. વડોદરા શહેરમાં ફરજીયાત હેલ્મેટ પહેરવાના કાયદાના કડક અમલ માટે શરૂ થયેલી પોલીસની ડ્રાઇવ દરમિયાન આજે પોલીસ અને બાઇક ચાલકો વચ્ચે બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા હતા.બાઇક ચાલક મોહમ્મદ અહેમદે જણાવ્યું હતું કે, મે દંડ ભરી દીધો છે, પરંતુ શહેરમાં મોટા મોટા ખાડાઓ પડેલા છે, તે સરકાર કેમ જોતી નથી. કોર્પોરેટર મિલિભગતથી પૈસા ખાઇ જાય છે અને પ્રજાને મૂર્ખ સમજે છે. ખાલી દંડ વસૂલ કરવાનો બીજુ કંઇ કરતા નથી.બાઇક ચાલકે નીતિન પરમારે જણાવ્યું હતું કે, મારી પાસે હેલ્મેટ છે, પણ મને આજની ડ્રાઇવની ખબર ન હોવાથી હેલ્મેટ પહેરીને નીકળ્યો નથી. બાકી હું રોજ હેલ્મેટ પહેરૂ જ છું. જેથી મારી પાસેથી દંડના 500 રૂપિયા લઇ રહ્યા છે..

Download Our B K News Today App



Related News