ટ્રમ્પની મુલાકાતને લઇ રૂટને વ્યવસ્થિત કરવા માટે તૈયારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-14 12:37:40
  • Views : 433
  • Modified Date : 2020-02-14 12:37:40

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તા.૨૪ ફેબ્રુઆરીની અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમની મુલાકાતને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે અને તંત્ર દ્વારા ટ્રમ્પ સમક્ષ અમદાવાદ શહેરને બહુ જ સુંદર, સ્વચ્છ અને રમણીય દર્શાવવાના બનતા તમામ પ્રયાસો થઇ રહ્યા છે. જોકે તેમાં કયાંક સત્તાધીશોનો આડંબર અને દંભ પણ ઉજાગર થઇ રહ્યો છે. ખાસ કરીને એરપોર્ટથી લઇ ઇન્દિરા બ્રીજને જાડતાં સરણિયા વાસ પાસે આવેલી ઝુંપડપટ્ટીના ઝુંપડાઓ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ધ્યાનમાં ન આવે તેવા હેતુથી આ રૂટ પર સાત ફુટ ઉંચી અને લાંબી દિવાલ ગણતરીના કલાકોમાં ઉભી કરી દેવાઇ છે, બીજીબાજુ, અમ્યુકો સત્તાવાળાઓના આ હીન પ્રયાસને લઇ સ્થાનિક ઝુંપડાવાસીઓ અને અન્ય રહીશોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. તેમણે સત્તાવાળાઓના આ પ્રકારના વલણને લઇ ભારે વિરોધ નોંધાવ્યો હતો. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શહેરની મુલાકાત અને તેને લઇ ચાલી રહેલી યુધ્ધના ધોરણે તડામાર તૈયારીઓ વચ્ચે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લઈ ઈન્દિરા બ્રિજને જોડતા રોડ પર સરણિયા વાસ પાસે સાત ફુટ ઉંચી અને એકદમ લાંબી દિવાલ ગણતરીના કલાકોમાં મજૂરોને કામે લગાડી ઉભી કરી દેવડાવવામાં આવી હતી. જા કે, સ્થાનિક ઝુંપડાવાસીઓએ અમ્યુકોના આ દંભી વલણ અને હીન પ્રયાસને વખોડતા જણાવ્યું 


Download Our B K News Today App



Related News