જિલ્લામાં તીડથી નુકસાન અંગે આજથી સર્વે, ધાનેરા તાલુકામાં ત્રીજા દિવસે પણ તીડનો આતંક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-19 13:46:17
  • Views : 548
  • Modified Date : 2020-02-19 13:48:46

 થરાદના ગામોમાં તીડ ઉપદ્રવથી ખેતીના રવીપાકને થયેલ નુકસાન અંગે તાલુકા પંચાયત કચેરીને આદેશ કરવામાં આવતાં તાલુકા વિકાસ અધિકારીએ તીડ ઉપદ્રવ પ્રભાવિત 16 ગામોમાં 10671 હેક્ટરમાં થયેલ નુકસાન અગેં સર્વે કામગીરી કરવા 11 તલાટીઓને જવાબદારી સોંપવામાં આવી છે. થરાદ તાલુકા વિકાસ અધિકારી એસ.પી.દુદખીયાએ જણાવ્યું હતું કે "27 ડિસેમ્બરથી તીડ પ્રભાવિત ગામો વાઘાસણ, મિયાલ અને વાંતડાઉ વિસ્તારમાં 104 જેટલા ટ્રેકટરો તેમજ 2 ફાલકન મશીન અને કેન્દ્ર સરકાર દ્વારા 17 જેટલી ગાડીઓ વડે દવાનો છંટકાવ કરી કામગીરી કરી છે અને ખેડૂતોને રવીપાકમાં જીરું, રાયડો, મેથી તેમજ એરંડાના પાકોને નુકશાન થયું છે તેવા ખેડૂતોનું સર્વે કરી સરકારમાં રીપોર્ટ કરાશે. ખેડૂતને કેટલી સહાય આપવામાં આવશે એ હજુ નક્કી કરાયું નથી.’ જેમાં બી.એચ.ચૌધરી-તલાટી (રડકા), પી.સી.ચૌહાણ-તલાટી (ગડસીસર), ડી.સી.આલ તલાટી-(ખાનપુર), એલ.કે.પ્રજાપતિ-તલાટી (ઉટવેલીયા), બી.કે.ગોસ્વામી-તલાટી (ડુવા), ડી.કે.રબારી-તલાટી (ડેડુવા), કે.વી.ચૌધરી-તલાટી (થરા), એન.એચ.કર્ણાવત-તલાટી (મોરથલ), એમ.એમ.ચૌધરી-તલાટી (ભાચર), જી.પી.રાવલ-તલાટી (ડોડગામ) અને ડી.જી.ઠાકોર-તલાટી (સણાવીયા)નો સમાવેશ થાય છે.ધાનેરા તાલુકામાં ત્રણ દિવસથી તીડના આતંક સામે વહીવટી તંત્ર તેમજ ખેડૂતો લડી રહ્યા છે. શનિવારની રાત્રે તીડોનું એક મોટુ ઝુંડ ધાનેરાના જાડી તથા શેરા ગામની સીમમાં રાત્રી રોકાણ કરતાં આ બન્ને ગામોમાં ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન કર્યું છે. વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારથી જોવા મળેલા તીડોના ઝુંડ પર દવા છાંટી ખુલ્લી જગ્યામાં હજારોની સંખ્યામાં તીડનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો હતો. જ્યારે બાકી રહેલા તીડ રાજસ્થાન તરફ રવાના થયા હતા. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘બનાસકાંઠામાં આ છેલ્લુ ઝુંડ હતું અને તે પણ રાજસ્થાન તરફ રવાના થયું છે.’ જ્યારે શેરા ગામે મોટા પ્રમાણમાં તીડ રાયડાના પાક ઉપર પડતાં રાયડાનો સમગ્ર પાક નષ્ટ કરી દીધો હતો. જેથી રમેશભાઇ રબારી નામના ખેડૂતે પોતાના ખેતરમાં 5 વિઘામાં ઉભેલા રાયડાના પાકમાં ટ્રેકટર ફેરવી દીધું હતું અને મોટી પોકે રડવા બેઠો હતો. આવા તો કેટલાય ખેડુતોના પાક તીડ ખાઇ જતાં ખેડૂતોની સાથે ભાગીયાઓ પણ બેહાલ બની જવા પામ્યા છે.ધાનેરા તાલુકામાં જે-જે ગામડાઓ તીડના પ્રભાવિત છે અને જે ખેડૂતોને તીડના કારણે નુકસાન થયેલ છે તેવા ગામડાઓમાં સર્વેની કામગીરી હાથ ધરી છે અને તે સર્વેની કામગીરી પુરી થયા પછી જ ખબર પડશે કે તાલુકામાં કેટલા હેક્ટરમાં તીડના લીધે ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે.

Download Our B K News Today App



Related News