નવા કપડાં ખરીદી પિતાએ 7 વર્ષના પુત્ર સાથે પત્નીનો હાથ બાંધી કેનાલમાં ફેંકી પોતે પણ આપઘાત કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-16 13:57:29
  • Views : 4871
  • Modified Date : 2020-02-16 13:57:29

 થરાદની નર્મદા નહેરમાં કાળજુ કંપી જાય તેવી ઘટના ઘટી છે.બજારમાંથી કપડાં ખરીદી પતિએ પત્ની અને 7 વર્ષના પુત્ર સાથે હાથ બાંધી કેનાલમાં ફેંકી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.જેને લઈ ચકચાર મચી ગઈ છે.જોકે સુખી સંપન્ન પરિવારે કયા કારણોસર આ પગલું ભર્યું તેને લઈ અનેક તર્કવિર્તક વહેતા થયા છે. પોતાની સાથે પોતાના અન્ય 2 સંતાનો લાવ્યા હતા પણ પુત્ર પુત્રી ભાગી ગયા હતા.અને પરિવારજનોને ઘટનાની જાણ કરતા મામલો સામે આવ્યો હતો.ત્રણેયની લાશો બહાર કાઢ્યા બાદ પરિવારજનો રવાના થઈ ગયા હતા.જોકે ઘટના અંગે કોઈ પોલીસ કાર્યવાહી કરાઈ ન હતી.વાવ તાલુકાના આછુવા ગામના રવજીભાઈ રામજીભાઈ પટેલ (ઉ.વ45 )પત્ની રછુબેન પટેલ(‌ઉ.વ 42)અને 7 વર્ષના દીકરા ‌ઈશ્વરને લઈને બપોરે થરાદની બજારમાં આવ્યા હતા.
તેમની સાથે 15 વર્ષની દીકરી અને 12 વર્ષનો દીકરો પણ સાથે હતો.બજારમાં કપડાની ખરીદી કરી બાદમાં સામાનનો થેલો લઈને નર્મદાની મુખ્ય નહેર પાસે આવ્યા હતા.અને પિતા રવજીભાઇ સફેદ કલરના દોરડા વડે પત્નીનો અને 7 વર્ષના બાળકનો હાથ બાંધવા લાગ્યા.આ જોઈને અન્ય બંને દીકરા દીકરી કેનાલમાં ફેંકી દેવાના ડરથી તરત જ ત્યાંથી ભાગી ગયા અને પરિવારજનોને જાણ કરીને પિતાએ દોરડા બાંધ્યાની જાણ કરી.જેથી પરિવારજનો ઘટના સ્થળે પહુચ્યાં પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતુ. ક્રૂર પિતાએ માં અને પુત્રને નહેરમાં ફેંકયા બાદ પોતે પણ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. આ અંગેની વિગતો આપતા થરાદ ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે "ઘટના સ્થળે બચાવકાર્ય માટે પહોંચ્યા ત્યારે પાળ પર એક થેલો હતો.જેમાં નવા કપડા હતા.કેનાલમાં જ્યાં પડ્યા હતા ત્યાંથી ત્રણેયની લાશો બહાર કાઢવામાં આવી હતી.માતા અને પુત્રના હાથ બાંધેલા હતા.જો કે પરિવારજનોએ કાયદેસર કાર્યવાહી કરવાનો ઇનકાર કરી ત્રણેય લાશોને વાવ તાલુકાના આછુવા ગામ લઈ ગયા હતા.  "આછુવા ગામના રવજીભાઈ રામજીભાઈ પટેલ આર્થિક રીતે સુખી હતા છતાં તેઓએ આ પગલું કેમ ભર્યું તેને લઈ ગામમાં તર્કવિર્તક વહેતા થયા છે.જોક આ મુદ્દે તેમના પરિવારે પણ ફરિયાદ કરવાનો ઈન્કાર કરતાં આપઘાત પાછળનું કારણ પણ અકબંધ રહ્યું છે. થરાદની કેનાલ મોતની કેનાલ બની ગઈ છે.અવારનવાર લાશો બહાર નીકાળવામાં આવે છે. પરંતુ લાશ નીકળી ગયા બાદ કોઈપણ પ્રકારની કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી નથી અને કોઈની સામે ગુનો નોંધી દાખલારૂપ સજા કરવામાં આવતી નથી.


Download Our B K News Today App



Related News