વલસાડ જિલ્લામાં ટ્રાવેલ ધંધો 6 માસથી ઠપ એક વર્ષ ટેક્સમાં રાહત અને સહાયની માગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-26 14:40:06
  • Views : 370
  • Modified Date : 2020-09-26 14:40:06

       વલસાડ જિલ્લામાં લોકડાઉનથી અત્યાર સુધી ટ્રાવેલ વ્યવસાયને ભયંકર ફટકો પડતાં લકઝરી બસ સંચાલકોના પરિવારોનું ભરણપોષણ કરવું મુશ્કેલ થઇ પડ્યું છે.પ્રવાસન સ્થળો,સ્કૂલ પ્રવાસો,કંપની કોન્ટ્રાક્ટ બસો,લગ્ન પ્રસંગો બંધ થવા સાથે જ લકઝરી બસનો ધંધો પણ છેલ્લા 6 માસથી ચોપટ થઇ જતાં ટ્રાવેલ બસના સંચાલકોના પરિવારો કફોડી હાલતમાં મૂકાઇ ગયા છે.શુક્રવારે વલસાડ જિલ્લા ડિસ્ટ્રિક્ટ બસ એસોસિએશનના હોદ્દેદારોએ કલેકટરને ઉદ્દેશી એડિશનલ કલેકટર એન.એ.રાજપૂતની મૂલાકાત લઇ તેમની હૈયાવરાળ ઠાલવી હતી.જિલ્લામાં 80થી વધુ ખાનગી ટ્રાવેલ બસોનું સંચાલન થાય છે. આ વ્યવસાયમાં સીધી અને આડકતરી રીતે હજારો લોકોને રોજગારી પૂરી પાડી પ્રવાસીઓ માટે સેવા પૂરી પાડવામાં આવે છે. હાલમાં ધાર્મિક યાત્રા, પ્રવાસો, સ્કૂલ પ્રવાસ, કંપની બસ, દેશના તમામ ફરવા લાયક પ્રવાસ સ્થળો,લગ્ન સહિતના શુભ પ્રસંગો 6 માસથી બંધ થઇ જતાં ટ્રાવેલ ઉદ્યોગ સદંતર બંધ થયો છે. જેના કારણે આ વ્યવસાયને માઠી અસર પહોંચી હોવાની હૈયાવરાળ સંચાલક એસોસિએશને એડિ.કલેકટર સમક્ષ ઠાલવી છેપોઇન્ટ ટુ પોઇન્ટ તથા પ્રવાસી બસો માટે સરકારની ગાઇડલાઇન મુજબ 60 ટકા પેસેન્જર જ બસમાં લઇ જવાના હોય તેમજ ડીઝલના ભાવ વધારાને ધ્યાને લેતા મુશ્કેલી ઉભી થઇ છે.બસ માલિકો ભાવ વધારે તો પેસેન્જરોને પરવડે તેમ નથી અને જૂના ભાવ પ્રમાણે બસ માલિકોને પોષાય તેમ નથી તેવી રજૂઆત કરાઇ છે..

Download Our B K News Today App



Related News