ચિત્રાસણી નજીક ટ્રેઇલર પાછળ ટ્રક ઘૂસી જતાં ટ્રકચાલકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-08 11:54:57
  • Views : 510
  • Modified Date : 2020-07-08 11:54:57

 પાલનપુરથી આબુરોડ હાઇવે પર ચિત્રાસણી ગામ નજીક રાત્રીના સમયે આઇશર ટ્રક આગળ જતા ટ્રેઇલરના પાછળના ભાગે ઘુસી જતા  આઈશર ચાલકનુુ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પાલનપુર ચિત્રાસણી નજીક આબુરોડથી પાલનપુર આવી રહેલ આઇશર ટ્રક (જીજે 15 વાયવાય 3832) મંગળવારની વહેલી સવારે ત્રણ વાગ્યાના અરસામાં પાલનપુરના ચિત્રાસણી નજીક પસાર થઈ રહી હતી. ત્યારે આગળ જતાં ટ્રેઇલર(આર જે 09 જીબી 6078)ના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલ આઈશર  ટ્રેઇલર પાછળ ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં આઈશરચાલક દલારામ ગોમરામ રબારી(ઉ.વ 25)(રહે.બુરાડીખેડા તા.રેવડર (રાજસ્થાન) )નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ટ્રેલરચાલક ટ્રેલર મૂકી ભાગી ગયો હતો. બનાવની જાણ થતાં જ એલ એન્ડ ટી કંપનીના કન્ટ્રોલ ઇન્ચાર્જ,પેટ્રોલિંગ એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યાં બે કલાકની ભારે જહેમતના અંતે ક્રેઇનની મદદથી આઇશરમાં ફસાયેલ ચાલકના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે મોકલી આપ્યો હતો. અને બનાવ અંગે પાલનપુર તાલુકા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News