પત્નીને પિયર મૂકી પરત આવતાં પતિનું ટ્રેઇલરની ટક્કરથી મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-29 17:00:33
  • Views : 3771
  • Modified Date : 2020-02-29 17:00:33

થરાદના પીલુડા ગામ નજીક ટ્રેલર અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાતા પત્નીને પિયર મૂકી પરત ફરી રહેલા પતિનું મોત નીપજ્યું હતું.ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.લાશને પીએમ અર્થે થરાદ સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. રાહ ગામે રહેતા અશોકભાઇ વરધાજી નાઇ મંગળવારે ઇકો નંબર જીજે-09-બીસી-5263 લઇ તેમની પત્ની વિમળાબેનને નાના મેસરા ગામે પિયર મૂકવા ગયા હતા.જોકે પત્નીને મૂકી પરત રાહ ગામે રવાના થયેલા અશોકભાઈને માર્ગમાં પીલુડા ગામ નજીક થરાદ તરફથી આવી રહેલું ટ્રેઇલર નં.પીબી-05-એમ-6310 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાડીના આગળના ભાગના કૂરચે કુરચા ઉડી ગયા હતા.અકસ્માતમાં કાર ચાલક અશોકભાઇને ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.ઘટનાને પગલે ચાલક ટ્રેઇલર મૂકી ફરાર થઇ જતાં મૃતક અશોકભાઇના પિતરાઈ ભાઈ ગોરધનભાઇ વાઘાજી નાઇએ ટ્રેઇલર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News