ધાનેરામાં વધતી જતી ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-31 12:39:00
  • Views : 472
  • Modified Date : 2019-05-31 12:39:00

ધાનેરામાં દિવસે દિવસે ટ્રાફિક સમસ્યામાં  વધારો થઇ રહ્યો છે. જેના કારણે ધાનેરાના મુખ્ય રસ્તાઓ ઉપર વાહનો પાર્ક કરી દેતાં રસ્તે ચાલતા વાહનો તેમજ રાહદારીઓ પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેથી ધાનેરામાં ટ્રાફિક ની સ્પે. ટીમની રચના કરવામાં આવે તેવુ લોકો ઇચ્છી રહ્યા છે. જેથી રસ્તાઓ માં પડેલ વાહનો સામે કાર્યવાહી કરી શકાય.ધાનેરા નો જેમ જેમ વિકાસ થાય છે તેમ તેમ ટ્રાફિકની સમસ્યાનો પણ વિકાસ થઇ રહ્યો છે. ધાનેરામાં આડેધડ શોપિંગ સેન્ટરો બનાવવામાં આવી રહ્યા છે. જેમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે ર્પાકિંગ, શૌચાલય, ફાયર સેફ્‌ટી જેવી અનેક સુવિધાઓ ન હોવા છતાં તેમને પરવાનગી આપી દેતા હોવાના કારણે આ મોટી સમસ્યા ઉભી થવા પામી છે. હાલમાં ધાનેરાનો જો સૌથી મોટો પ્રશ્ન હોય તો તે ટ્રાફિકનો છે. બહારથી આવતા લોકો, વેપારીઓ તેમજ સટલીયા જીપ ચાલકો પોતાના વાહનો રસ્તામાં પાર્ક કરી દેતા હોય છે જેના કારણે વાહનોની સાથે સાથે રાહદારીઓને પણ રસ્તે ચાલવુ મુશ્કેલ બન્યુ છે. ધાનેરા જુના બસ સ્ટેન્ડ થી નેનાવા તરફનો માર્ગ હોય કે ડીસા તરફનો માર્ગ હોય કે ગંજ રોડ હોય તમામ માર્ગો ઉપર વાહનો આડેધડ મુકી દેવામાં આવતા ઇમરજન્સી વાહનોને પણ અડધો અડધો કલાક હેરાન થવુ પડી રહ્યુ છે. જેથી આ ટ્રાફિક સમસ્યા ઉપર નિયંત્રણ આવે તે માટે લોકો પણ અવાર નવાર નગરપાલિકા તેમજ પોલીસને પણ રજુઆતો કરી ચુક્યા છે. તેમ છતાં આ બાબતે કોઇ નિરાકરણ આવતુ નથી.


Download Our B K News Today App



Related News