થરામાં ટ્રાફિક જામ,પોલીસની ગાડી અને 108 ફસાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-10 13:37:17
  • Views : 443
  • Modified Date : 2020-08-10 13:37:17

       થરામાં દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે. રવિવારે થરા મેઇન બજારમાં પોલીસની ગાડી અને 108 એમ્બ્યુલન્સ વાન ટ્રાફિકમાં ફસાઇ જવા પામી હતી. જે ટ્રાફિક અડધો કલાક સુધી જામ રહેતા 108 એમ્બ્યુલન્સ અને પોલીસને ભારે અગવડ ભોગવવી પડી હતી. થરામાં ઠેર ઠેર લારીઓ,ગલ્લાઓ અને આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકની મોટી સમસ્યા વારંવાર સર્જાઇ રહી છે. ટ્રાફિક પોલીસ અને ટીઆરબીનો સ્ટાફ હોવા છતાં નિયમોનું પાલન કરાતું નથી. ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસે અને નગરપાલિકાએ કડક કાર્યવાહી કરવી જોઇએ.

Download Our B K News Today App



Related News