વેપારીઓ દશેરાએ ફાફડા-જલેબીનું 50 ટકા જ ઉત્પાદન કરશે, પ્રી-ઓર્ડરમાં પણ ભારે ઘટાડો દેખાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-25 13:58:04
  • Views : 339
  • Modified Date : 2020-10-25 13:58:04

              કોરોના મહામારીને લઇને રાજ્ય સરકારે તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લગાવતા અનેક ધંધા-રોજગારોને ભારે અસર પડી છે. આ વખતે નવરાત્રી અને દશેરાની ઉજવણી ન થવાથી ફાફડા જલેબીની વિક્રેતાઓનો ધંધો 40થી 50 ટકા જેટલો થવાની આશા રાખી રહ્યાં છે. પહેલી વખત શહેરમાં કોરોનાના કારણે રાવણદહન વગર જ શહેરીજનોને ફાફડા જલેબી ખાવા પડશે.રાજ્ય સરકારે દશેરાના દિવસે રાવણદહનની ઉજવણી પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. એવામાં દશેરાએ મળતા ફાફડા-જલેબીના ઓર્ડર પર પણ માઠી અસર પડી છે. મોંઘવારી અને કોરોનાને કારણે વેપારીઓની ઘરાકીમાં 50 ટકા અસર જોવા મળી છે. આ વર્ષે વેચાણ ન થવાના ડરે ગત વર્ષની સરખામણીએ 50 ટકાનું ઉત્પાદન કરી રહ્યાં છે. વેપારીઓ વેચાણ પણ થશે કે નહીં તેવી શંકા પણ વ્યક્ત કરી રહ્યાં છે. વેપારીઓને મદદ થવા માટે જીસીસીઆઇની ફૂડ કમિટીના ચેરમેન હિરેન ગાંધીએ એસોસિએશનને દુકાન બહાર સરકારની ગાઇડ લાઇનના પ્રમાણે ટેક-અવે માટેના પાર્સલ તૈયાર રાખવા, કાઉન્ટરની સંખ્યામાં વધારો કરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે સિક્યુરિટી રાખવા જણાવ્યું છેદર વર્ષ કરતા આ વર્ષે કોરોનાને કારણે માત્ર 50 ટકા જેટલું વેચાણ થાય તેવું લાગે છે. ગત વર્ષના 200 કિલો સામે આ વર્ષે 100 કિલો વેચાણ થાય તેવી શકયતા છે. સોશિયલ ડિસ્ટન્સિંગ માટે કૂંડાળાં બનાવ્યા છે. > માલવ મોદી, ઓનર ચંદ્ર વિલાસદશેરાની તૈયારીઓ એક મહિના પહેલા શરૂ કરીએ છીએ પરંતુ આ વર્ષે માંડ 50થી 60 ટકાનું વેચાણ થાય તેવી શકયતા છે. સરકારી ગાઇડ લાઇન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે સિક્યુરિટી રાખી છે. - મુકેશ ઓસવાલ, ઓનર ઓસવાલ ગ્રુપગત વર્ષે 200 કિલો ફાફડાનું વેચણ કર્યું હતું જેની સામે આ વર્ષે 50 ટકા વેચાણ થાય તેવી શકયતા છે. નો માસ્ક નો એન્ટ્રી અને સોશિયલ ડિસ્ટન્સિંગના બોર્ડ લગાવ્યા છે. ટેક અવે માટે બોકસ તૈયાર કરાવ્યા છે. - અંકિત મહેતા, ઓનર મહેતા સ્વીટ એન્ડ માર્ટગત વર્ષ કરતા 50 ટકા તૈયારીઓ કરી છે. ગત વર્ષે અમારા તમામ આઉટલેટ પરથી અંદાજે 2 હજાર કિલો ફાફડા અને 2 હજાર કિલો જલેબીનું વેચાણ થયું હતું. આ વર્ષે 50 ટકા જેટલું વેચાણ થવાની સંભાવના છે. - દિપકભાઇ અગ્રવાલ, ઓનર, ગ્વાલિયા સ્વીટદર વર્ષ કરતા આ વર્ષે માત્ર 30થી 50 ટકા વેચાણ થવાની શકયતા છે. દર દશેરાએ 800 કિલો ફાફડાનું વેચાણ કરતા હોઇએ છીએ. પેકિંગમાં વધારે ભાર રાખવા એસોસિએશનના દરેક સભ્યોને જણાવામાં આવ્યું છે. આ સાથે દુકાન પર લોકોની ભીડ ન થાય તે માટે સિક્યુરિટી સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ હેન્ડ સેનેટાઇઝર, માસ્ક વગેરે ફરજીયાત કરવામાં આવ્યું છે. - કમલેશ બી કંદોઇ, ઓનર કંદોઇ ભોગીલાલ મુળચંદ

Download Our B K News Today App



Related News