દાંતાની નદીમાંથી રોયલ્ટી ચોરીમાં ટ્રેકટર જપ્ત કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-31 12:38:58
  • Views : 422
  • Modified Date : 2020-07-31 12:38:58

    દાંતા તાલુકાના પેથાપુરગામમાં આવેલી નદીમાં મંગળવારે દાંતા મામલતદારે રેતીનું ગેરકાયદે વહન કરતુ ટ્રેકટર રંગે હાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દાંતા નજીક રતનપુર ગામે મંગળવારે સવારે રોયલ્ટીની ટીમ દ્વારા ગેરકાયદે માટીનું ખનન અને વહન કરતા એક જેસીબી અને ચાર ટ્રેક્ટર ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યાં બીજી તરફ દાંતા મામલતદારને પણ બગાસું ખાતા પતાસું મળ્યા જેવો ઘાટ ઘડાયો હતો. મામલતદાર કેતન ચૌધરી પેથાપુર ગામે કન્ટેઇન્મેન્ટ ઝોનની તપાસ કરવા જઈ રહ્યા હતા, દરમ્યાન પેથાપુરની અર્જુની નદીમાં એક ટ્રેક્ટર દ્વારા ગેરકાયદે રેતીનું વહન કરતા રંગે હાથ ઝડપી લીધું હતું. અને પોલીસની મદદ દ્વારા ટ્રેક્ટર જપ્ત કરી કાર્યવાહી કરી હતી.

Download Our B K News Today App



Related News