ઈન્ફીનીયમ ટોયોટાએ ગ્લેન્ઝા લોન્ચ કરી ભાવ ૭.ર૯ લાખથી ૯.૦૦ લાખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-12 11:29:35
  • Views : 469
  • Modified Date : 2019-06-12 11:29:35

ઈન્ફીનીયમ ટોયોટા દ્ધારા ૭ જુન શુક્રવારે  ગુજરાતની સાથે ડિલરશીપમાં પ્રિમિયમ હેચબેક ટોયોટા ગ્લેન્ઝા લોન્ચ કરવામાં આવેલ છે. ‘આ નામ ગ્લેન્ઝા એક જર્મન શબ્દથી બનેલ છે.જેનો અર્થ છે દિપ્તિ/કાંતિ /ચમક છે.’ગ્લેન્ઝા ૧.ર લિટર પેટ્રોલ ઓટોમેટિક અને મેન્યુઅલ એમ બે ટ્રાન્સમિશન ઓપ્શનમાં ઉપલબ્ધ છે.ગ્લેન્ઝાના તમામ વેરિએન્ટ બી-એસ-૬ અનુકુળી છે.ગ્લેન્ઝાનો પ્રારંભિક ભાવ રૂ.૭.ર૯  લાખથી રૂ.૯.૦૦ લાખ સુધી છે.નવી ટોયોટા ગ્લેન્ઝામાં ટેકનોલોજી તો શ્રેષ્ઠ છે જ, ઉપરાંત નવા જમાનાની વિશિષ્ટતાઓ છે.આમાં ટચ સ્કીન ઓડિયો અને એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાર પ્લે તથા સ્માર્ટફોન આધારીત નેવિગેશન,ઈન્ટર એકટીવ ટીએફટી મલ્ટી-ઈન્ફો ડિસ્પ્લે, રિવર્સ પાકીંગ કેમેરા વગેરે સમાવિષ્ટ છે.મનની સંપૂર્ણ શાંતિ માટે ઉત્કૃષ્ટ વોરંટી હોવા સાથે ૩ વર્ષ /૧ લાખ કિ.મી અને પ વર્ષ /ર.ર૦ લાખ કિ.મી સુધી એકસ્ટેન્ડ કરવા પાત્ર છે.


Download Our B K News Today App



Related News