શૌચાલય કેર ટેકરના પુત્રની સિધ્ધિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-09 13:15:38
  • Views : 442
  • Modified Date : 2019-05-09 13:15:38

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. A-ગ્રુપનું પરિણામ 78.92 ટકા, B- ગ્રુપનું પરિણામ 67.26 ટકા અને AB-ગ્રુપનું પરિણામ 64.29 ટકા જાહેર કરવામાં આવ્યું છે. સરેરાશ પરિણામ 71.90 ટકા જાહેર કરાયું છે. ધોરણ 12 સાયન્સનું 71.90 ટકા પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.અમદાવાદના પાલડી વિસ્તારની દિવાન બલ્લુભાઇ સ્કૂલ, પાલડીના વિદ્યાર્થી યશ અધિકારીએ ગ્રુપ A ગણિતમાં 99.60 પરસેન્ટાઇલ સાથે ઉતીર્ણ રહ્યો છે. ત્યારે આ અંગે ઝી 24 કલાક સાથે વાત કરતા યશ અદિકારીએ જણાવ્યું હતું કે, મારા પિતા સિવિલ કેન્સર હોસ્પિટલમાં શૌચાલયના કેર ટેકર તરીકે કામ કરે છે અને મારી માતા હાઉસ વાઇફ છે. મારી મહેનત પાછળ માતા-પિતા અને સ્કૂલે સંપૂર્ણ સાથ રહ્યો છે. હું ઇલેક્ટ્રેક એન્જિયનરીમાં આગળ વધવા અને તેમાં પીએચડી કરવા માગુ છું.

Download Our B K News Today App



Related News