પાલનપુર ખેમાણા ટોલટેક્ષ પર ટ્રેઇલરમાં આગ ભભૂકી, સદ્દનસીબે જાનહાની ટળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-13 10:30:44
  • Views : 595
  • Modified Date : 2020-07-13 10:30:44

 પાલનપુરના ખેમાણા ટોલટેક્ષ પર પાલનપુર તરફથી આવી રહેલા ટ્રેઇલરમાં રવિવારે સવારે અચાનક આગ ભભુકતા અફરા તફરી મચી હતી.જો કે ડ્રાયવર-ક્લીનર સમય સુચકતા દાખવી જીવ બચાવી કુદી ગયા હતા.તો અચાનક થયેલા વરસાદને પગલે આગ પર કાબુ મેળવ્યો હતો.પાલનપુર તરફથી રાજસ્થાન જઇ રહેલું ટ્રેઇલર નંબર આરજે-36-જીએ-4838 રવિવારે વહેલા પરોઢીયે ખેમાણા ટોલટેક્ષ નજીક પહોંચ્યું હતું. જો કે ટ્રેઇલર ગેટમાં એન્ટ્રી કરતું હતું તે પહેલા જ ટ્રેઇલરમાં યાંત્રીક ખામીને પગલે કેબીનમાં આગ ભભુકી હતી.આગની જાણ કેબીનમાં બેઠેલા ડ્રાયવર- ક્લીનરને થતા જ બંન્ને જીવ બચાવી કુદી ગયા હતા. જો કે અચાનક લાગેલી આગથી હવામાં ધુમાડાના ગોટેગોટા નજરે પડતા ટોલટેક્ષ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઇ હતી.સદ્દનસીબે આગની ઘટનાના ગણતરીના સમયમાં જ વરસાદી ઝાપટું થયું હતું.અને આગ કાબુમાં આવી જતા આગ બુઝાવવા ફાયરની જરૂર પડી જ ન હતી.જોકે ઘટના દરમ્યાન જાનહાની ટળતા ટ્રેઇલર ચાલક,ક્લીનર સહિત ટોલટેક્ષના સ્ટાફે હાશકારો અનુભવ્યો હતો. 

Download Our B K News Today App



Related News