વેકસીનેશન પર સરકારનો મોટો નિર્ણય:1 એપ્રિલથી 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે, સરકારે કહ્યું- વેક્સિનની કોઈ અછત નહીં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-23 16:47:00
  • Views : 441
  • Modified Date : 2021-03-23 16:52:19

  •         ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 1500થી વધુ કેસ આવ્યા સામે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 25 લાખ લોકો મહામારીની ઝપેટમાં, આ આંકડો દુનિયાના ટોપ-10 સંક્રમિત દેશો બાદ સૌથી વધુકેન્દ્ર સરકારે કોરોના વેક્સિનેશન અંગે મોટો નિર્ણય લીધો છે. 1 એપ્રિલથી 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના બધા લોકો કોરોનાની વેક્સિન લઈ શકશે. તેમને ફક્ત કોવિન પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરવવાનું રહેશે. ત્યાર બાદ તેઓ સરકારી અથવા પ્રાઈવેટ સેન્ટર પર વેક્સિન લઈ શકશે. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ કરી આ જાણકારી આપી છે.અત્યાર સુધી 45 થી 60 વર્ષ વચ્ચેના માત્ર ગંભીર બીમારીવાળા લોકોને જ વેક્સિન આપવામાં આવતી હતી.કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યુ હતું કે દેશમાં વેક્સિનની કોઈ અછત નથી. લોકોએ ફ્ક્ત પોતાનું રજીસ્ટ્રેશન જ કરાવવાનું રહેશે અને તેમને સરકારી અને પ્રાઈવેટ સેન્ટર પર વેક્સિન આપવામાં આવશે.આ પહેલા કેન્દ્ર સરકારે 22 માર્ચે કોવિશીલ્ડ વેક્સિન અંગે ગાઈડલાઇન જાહેર કરી હતી. જે અમુસર કોવિશીલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમય પહેલા કરતાં બે સપ્તાહ વધારવામાં આવ્યો છે. અત્યાર સુધીકોવિશીલ્ડ વેક્સિનના બંને ડોઝ વચ્ચે 4 થી 8 સપ્તાહ એટલે કે 27 થી 42 દિવસનું અંતર રાખવામા આવતું હતું.જાવડેકરે કહ્યું કે આજ સુધીમાં દેશમાં 4. 85. કરોડ લોકોને કોરોના વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. આમાંથી 80 લાખ લોકોને કોરોના વેક્સિનના બંને ડોઝ લગાવવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 32.54 લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં વેક્સિનેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.દેશમાં લગભગ 10 હજાર સરકારી સેન્ટરો અને હજારો પ્રાઈવેટ સેન્ટરો પર વેક્સિનેશન ચાલી રહ્યું છે. સરકારી સેન્ટરો પર વેક્સિન ફ્રી આપવામાં આવી રહી છે, જ્યારે પ્રાઈવેટ સેન્ટરો પર રુ. 250 પ્રતિ ડોઝના હિસાબે વેક્સિન લગાવવામાં આવી રહી છે.      
  •    સોમવારે, દેશમાં 40,611 કોરોનાના કેસ નોંધાયા હતા, 29,735 સાજા થયા અને 197 મૃત્યુ પામ્યા. આના એક દિવસ પહેલા રવિવારે 47,009 કેસ નોંધાયા હતા. છેલ્લા એક અઠવાડિયામાં પ્રથમ વખત નવા કેસમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. આ પહેલા 14 માર્ચે 26,413 કેસ નોંધાયા હતા અને બીજા દિવસે 24,437 દર્દીઓ મળી આવ્યા હતાં. 15 માર્ચથી તેમાં સતત વધારો થતો રહ્યો હતો.છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસની, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 10,676નો વધારો થયો છે. અત્યારે 3 લાખ 42 હજાર 344 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આજે આ સંખ્યા 3.50 લાખને પાર થઈ શકે છે. દેશમાં અત્યાર સુધી 1 કરોડ 16 લાખ 86 હજાર 330 લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 1 કરોડ 11 લાખ 79 હજાર 59 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 1.60 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

  •       

Download Our B K News Today App



Related News