આજે શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ અને ગીત પુનર્રચના પારિતોષિક અપાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-21 15:25:09
  • Views : 345
  • Modified Date : 2020-09-21 15:25:09

       ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ખાંડવાળા ક્રિએટિવિટી ફાઉન્ડેશનના ઉપક્રમે વાર્તાકાર અને સ્વરકાર અંજલિ ખાંડવાળાના જન્મદિવસ નિમિત્તે આજે શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ પારિતોષિક અજય સોનીના ‘રેતીનો માણસ’ માટે એનાયત કરવામાં આવશે. જ્યારે મૌલિક ગીત પુનર્રચના પારિતોષિક સુરીલ કાપડિયાને એનાયત કરાશે. પારિતોષિક રૂપે બંનેને એક-એક લાખ રૂ. અપાશે.ડૉ. કુમારપાળ દેસાઈના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમમાં પ્રદીપ ખાંડવાળા, રાજેન્દ્ર પટેલ અને અર્ચન ત્રિવેદી વક્તવ્ય આપશે. જ્યારે સ્મૃતિ શોધન અંજલિ ખાંડવાળાના સ્વરાંકનોનીરજૂઆત કરશે અને અલ્પા શાહ અંજલિ ખાંડવાળાની વાર્તાનું પઠન કરશે. આ કાર્યક્રમ 21 સપ્ટેમ્બરે સાંજે 5.30 વાગ્યે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઓનલાઈન પ્લેટફોર્મ પર લાઈવ જોઈ શકાશે.

Download Our B K News Today App



Related News