11 બેઠકો માટે 31 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા, સભાસદો મતદાન કરવા પહોંચ્યા, વિશ્વની ટોપ-20 ડેરીમાં અમૂલનું સ્થાન, CMએ અભિનંદન પાઠવ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-29 14:03:12
  • Views : 619
  • Modified Date : 2020-08-29 14:03:12

      આજે વિશ્વ વિખ્યાત આણંદની અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાઈ રહી છે. મતદાનની પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી શરૂ થઈ બપોરે 3 વાગ્યા સુધી ચાલશે. આ વખતે 11 બેઠકો માટે 31 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ચૂંટણીને લઇ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાની 1214 જેટલી મંડળીના સભ્યો મતદાનમાં ભાગ લેવા પહોંચી રહ્યાં છે. હાલમાં ચેરમેન રામસિંહ પરમાર અને વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર ડિરેકટર તરીકે બિનહરિફ થયા છે.અમૂલ ડેરી વ્યવસ્થાપક મંડળની ચૂંટણીમાં મતદાન કરવા આવતા કે લાવવામાં સભાસદ વોટર્સમાં કોઈ જ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવતું હોય તેમ જણાતું નથી. વળી અહીં હાજર તમામ ધારાસભ્યો અને સાંસદ પણ કોવિડ-19 ના નિયમોનું ભંગ કરતા નજરે ચઢી રહ્યા છે. જોકે મીડિયાના કેમેરા ચાલુ થતા પોલીસ એક્શનમાં આવી હતી.ખેડા, આણંદ અને મહીસાગર જીલ્લાની 1214 દૂધ મંડળીઓ સભાસદ છે. દર પાંચ વર્ષે યોજાતી વ્યવસ્થાપક મંડળની ચુંટણીમાં કુલ 12 ડીરેકટરને 12 બ્લોકમાંથી લોકશાહી પદ્ધતિ એ સભાસદો દ્વારા ચૂંટવામાં આવે છે. 7500 કરોડથી વધુના વહીવટ માટે આ ચૂંટણી રાજકીય અને સહકારી આગેવાનો માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહ્યું છે.

Download Our B K News Today App



Related News