આજે સવારે રાજ્યના 22 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો, નવસારીના ચીખલીમાં એક ઈંચ વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-19 13:58:04
  • Views : 411
  • Modified Date : 2020-08-19 13:58:04

      રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે રાજ્યના 22 તાલુકામાં વરસાદ નોઁધાયો છે. જેમાં સૌથી વધુ એક ઈંચ વરસાદ નવસારીના ચીખલીમાં નોંધાયો છે. એ સિવાય રાજ્યના અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ છે. નવસારી અને વાંસદામાં 10 મિમિ, કચ્છના માંડવી અને નવસારીના જલાલપોરમાં 9 મિમિ, વલસાડમાં 8 મિમિ, નવસારીના ખેરગામમાં 7 મિમિ, જૂનાગઢના માળિયામાં 6 મિમિ અને નવસારીના ગણદેવીમાં 5 મિમિ વરસાદ નોંધાયો છે. ગઈકાલે રાજ્યનો સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 5 ઈંચ નોંધાયો હતો.આગાહી વચ્ચે ગઈકાલે રાજ્યના 186 તાલુકામાં મેઘમહેર વરસી હતી. જેમાં રાજ્યનો સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 5 ઈંચ નોઁધાયો હતો. જ્યારે કચ્છ અંજાર તથા ભુજ અને મોરબીમાં 4 ઈંચ વરસાદ નોઁધાયો હતો. સુરેન્દ્રનગરના દસાડા, રાજકોટના લોધિકા, બનાસકાંઠાના દાંતા અને દાંતીવાડા 3 ઈંચ, તેમજ મહેસાણાના સતલાસણા, રાજકોટ, આણંદના બોરસદ, અમદાવાદના ધોલેરા અને બનાસકાંઠાના અમીરગઢમાં 2-2 ઈચ વરસાદ નોઁધાયો છે.ચાલુ મોસમનો રાજ્યનો સરેરાશ કુલ વરસાદ 85.14 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં 149.54 ટકા, ઉત્તર ગુજરાતમાં 62.12 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 65.86 ટકા, સૌરાષ્ટ્રમાં 117.19 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 85.14 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.રાજ્યમાં થયેલા વરસાદને કારણે રાજ્યના 205 જળાશયો ભરાયા છે. સરદાર સરોવર ડેમ આજે 121.57 મીટરની સપાટી એ છે. જેમાં કુલ સંગ્રહ 54.99 ટકા જેટલો થયો છે. રાજ્યના 101 ડેમ 90 ટકાથી ઉપર ભરાતા હાઈએલર્ટ, 9 ડેમ 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ અને 14 ડેમ 70 ટકાથી 80 ટકા ભરાતા વોર્નિંગ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 81 ડેમમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે.

Download Our B K News Today App



Related News