કૃષિ કે પશુપાલન યુનિ. અને શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા કલેક્ટરની મંજૂરી નહિં લેવી પડે, ગણોત કાયદામાં સુધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-20 15:58:17
  • Views : 605
  • Modified Date : 2020-08-20 15:58:17

       ગુજરાત સરકારે આજે જમીન ખરીદી અંગે ગણોત કાયદાઓમાં મહત્વપૂર્ણ મહેસૂલી સુધારો કર્યો છે. રાજ્ય મંત્રીમંડળના નિર્ણય મુજબ સમગ્ર રાજ્યમાં હવે, કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી, મેડિકલ કોલેજ, ઇજનેરી કોલેજ કે અન્ય શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગી કે મંજૂરી નહિં લેવી પડે. આવી જમીનની ખરીદી કર્યા બાદ એક મહિનામાં જિલ્લા કલેકટરને જાણ કરી બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝની જેમ જ જરૂરી પ્રમાણપત્રો મેળવીને નિયત સમયમાં પ્રોજેકટ કામગીરી શરૂ કરી શકાશે.ભૂતકાળમાં આવી જમીન ખરીદી માટે બિન ખેડૂત સંસ્થાઓ કે વ્યક્તિઓ એ જિલ્લા કલેકટર પાસે મંજૂરી મેળવવાનું આવશ્યક હોવાના પરિણામે લાંબા સમય સુધી ટાઇટલ ક્લિયરન્સ, ઇન્સપેકશન વગેરેમાં જતો સમય અને પ્રોજેકટ શરૂ કરવામાં થતા વિલંબની સમસ્યાનો હવે આ નવી વ્યવસ્થામાં અંત આવશે.રાજ્યમાં બોનાફાઇડ ઇન્ડસ્ટ્રિયલ પર્પઝ માટે જો જમીન ખરીદી હોય, પરંતુ ઔદ્યોગિક હેતુનો ઉપયોગ શક્ય ન હોય તેવા કિસ્સામાં GDCR(જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ)ની જોગવાઇઓ મુજબ ઊદ્યોગ સિવાયના અન્ય હેતુ માટે પણ જમીન વેચી શકાશે. આ પ્રકારની જમીનોના કિસ્સામાં કંપનીના મર્જર, જોઇન્ટ વેન્ચર, એમાલગ્મેશન(એકીકરણ) કે પોતાની જ પેટા કંપની, ગૃપ કંપની અથવા સહયોગી કંપનીને તબદીલ કરાયેલ જમીન વેચાણ ગણવામાં આવશે નહિં. આ વ્યવહારોમાં જંત્રીની માત્ર 10 ટકા કિંમત-પ્રિમિયમ ભરીને તબદીલ થઇ શકશે.રાજ્યમાં બોનાફાઇડ ઇન્ડસ્ટ્રિયલ પર્પઝ માટે જો જમીન ખરીદી હોય, પરંતુ ઔદ્યોગિક હેતુનો ઉપયોગ શક્ય ન હોય તેવા કિસ્સામાં GDCR(જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ)ની જોગવાઇઓ મુજબ ઊદ્યોગ સિવાયના અન્ય હેતુ માટે પણ જમીન વેચી શકાશે. આ પ્રકારની જમીનોના કિસ્સામાં કંપનીના મર્જર, જોઇન્ટ વેન્ચર, એમાલગ્મેશન(એકીકરણ) કે પોતાની જ પેટા કંપની, ગૃપ કંપની અથવા સહયોગી કંપનીને તબદીલ કરાયેલ જમીન વેચાણ ગણવામાં આવશે નહિં. આ વ્યવહારોમાં જંત્રીની માત્ર 10 ટકા કિંમત-પ્રિમિયમ ભરીને તબદીલ થઇ શકશે.

Download Our B K News Today App



Related News