સરકારી સ્કૂલના પ્રિન્સિપાલે પુત્રના મૃત્યુ બાદ વીમાના રૂ.25 લાખ વડે સ્કૂલને હાઈ-ટેક બનાવી, વિદ્યાર્થીઓને બેગલેસ એજ્યુકેશન અપાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-05 15:40:45
  • Views : 425
  • Modified Date : 2020-09-05 15:40:45

      આજે સરકારી શાળા કરતા ખાનગી શાળામાં બાળકોને ભણાવવાનો ક્રેઝ વધારે છે, તેનું એક કારણ ખાનગી શાળામાં આપવામાં આવતી સુવિધાઓ છે. ત્યારે અમે ગુજરાતમાં આવેલી કેટલીક એવી સરકારી શાળાઓ અંગે વાત કરી રહ્યાં છીએ. જે માત્ર આદર્શ શાળા જ નથી પરંતુ ખાનગી શાળાને ટક્કર મારે તેવી સુવિધા બાળકોને આપવામાં આવે છે. આવી જ એક શાળા રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના સાંગણવામાં આવેલી છે. સાંગણવાની પ્રાથમિક શાળા રાજ્યની પ્રથમ બેગલેસ સ્કૂલ છે. શાળાએ આવતા વિદ્યાર્થીઓ ટેબ્લેટ દ્વારા એજ્યુકેશન મેળવે છે. આ શાળામાં વિદ્યાર્થીઓને અદ્યતન સુવિધા પૂરી પાડવા માટે પ્રિન્સિપાલ સુભાષ રાઠોડે પોતાના પુત્રનું અકસ્માતમાં મોત નીપજ્યાં બાદ વીમાની જે 25 લાખ રૂપિયાની રકમ આવી હતી તેને ખર્ચી નાંખી હતી.સાંગણવાની પ્રાથમિક શાળા ગુજરાતની પ્રથમ સરકારી સ્માર્ટ શાળા છે, શાળાના તમામ વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસમાં અભ્યાસ કરે છે. તમામ અભ્યાસક્રમ કોમ્યુટર આધારિત અને ઓનલાઈન છે. અદ્યતન કોમ્પ્યુટર-વિજ્ઞાન લેબ સાથે વાઇ ફાઇ સુવિધાથી સજ્જ આ શાળામાં ભણવા માટે એનિમેશન, પઝલ, F.A.Q., M.C.Q, પાઠનો ટૂંકસાર વગેરે પધ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. શાળામાં બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરાવવામાં આવે છે.આચાર્ય સુભાષભાઈ રાઠોડે Divyabhaskarને જણાવ્યું હતું કે બાળકોને આધુનિક પ્લેટફોર્મ મળે તેવી મારી ઈચ્છા હતી. જેથી અમે બેગલેસ સ્કૂલ બનાવી છે. જેથી બાળકોને સ્કૂલબેગ વગર જ શાળાએ અભ્યાસ કરવા માટે આવવાનું હોય છે. મારા દિકરો 12 સાયન્સમાં હતો ત્યારે એક અકસ્માતમાં તેનું મોત નીપજ્યું હતું. મે મારા દિકરા માટે ઘણી વીમા પોલીસી લીધી હતી. મારો દીકરો તો જતો રહ્યો મારે હવે પૈસાનું શું કરવું એટલે મે બધા પૈસા આ સ્કૂલમાં રોક્યા જેથી બાળકોને સારૂ એજ્યુકેશન મળે.સાંગણવા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી દીઠ એક ટેબ્લેટ છે એટલે કે 150થી વધુ ટેબ્લેટ છે. તેમજ શાળાએ OTPC (વન ટેબ્લેટ પર ચાઇલ્ડ)નું ધ્યેય પ્રાપ્ત કર્યું છે. શાળાના આચાર્ય સુભાષભાઇ રાઠોડ ખૂબ જ ઉત્સાહી અને શિક્ષણપ્રેમી છે. આ શાળા ધોરણ 1થી 8 સુધીનું શિક્ષણ આપે છે. શાળામાં આઠ શિક્ષકો છે. આ શાળાને કોઇ દિવસ તાળું મારવામાં આવતું નથી. શાળાએથી સ્ટૂડન્ટસ છૂટ્યા પછી પણ ખુલ્લી રહે છે.

Download Our B K News Today App



Related News