રાજ્યમાં કોરોના વેક્સિનને લઈ ચાલી રહેલા સર્વેમાં આજદિન સુધી 50 વર્ષથી વધુની વયના 70 લાખ નાગરિકોનાં નામ નોંધાયાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-18 13:04:43
  • Views : 382
  • Modified Date : 2020-12-18 13:04:43

    રાજ્યમાં કોરોનાનો હાહાકાર વધતાં વેક્સિનની ટ્રાયલ શરૂ થવાથી લોકોમાં હાશકારો અનુભવાયો છે. ત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોવિડ વેક્સિન ટ્રાયલ ચાલી રહી છે. કોરોનાની રસી આપવા માટે રાજ્યમાં 13 ડિસેમ્બર સુધી સરવે કરવામાં આવ્યો હતો. આ સરવેમાં આજદિન સુધી 50 વર્ષથી વધુ વયના 70 લાખ નાગરિકોનાં નામની નોંધણી થઈ છે. એ ઉપરાંત હજી આરોગ્ય વિભાગનો આ સરવે 23 ડિસેમ્બર સુધી ચલાવવામાં આવશે.રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી મારફત 10 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર દરમિયાન સરવેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી માટે ચૂંટણી દરમિયાન જે રીતે મતદાન મથકદીઠ ટીમની રચના થાય છે એ રીતે સરવે ટીમ બનાવીને કામગીરી અધિકારીઓ દ્વારા શરૂ કરાઈ છે. અગાઉ આ ડેટા 17 ડિસેમ્બર સુધીમાં સરકારને મોકલી આપવાનો હતો, પણ હવે તે આગામી 23 ડિસેમ્બર સુધી આરોગ્ય વિભાગનો સરવે ચાલશે અને બાદમાં તેનો ડેટા સરકારને મોકલવામાં આવશે

    વેક્સિનેશન માટે રાજ્યના તમામ 33 જિલ્લા અને 248 તાલુકા તથા કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફફોર્સની રચના કરવામાં આવી છે. આ આદેશને પગલે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો, મહાનગરપાલિકાના કમિશનરો અને આરોગ્ય અધિકારીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તમામ અધિકારીઓ દ્વારા હેલ્થ વર્કર્સ, કોરોના વોરિયર્સ, વૃદ્ધો અને કો-મોર્બિડિટી ધરાવતા લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ગુજરાતના અધિકારીઓ કેન્દ્રની ટીમ સાથે કો-ઓર્ડિનેશન કરીને સાથે મળીને કામ કરવામાં લાગી ગયા છે. હજી આગામી 23મી ડિસેમ્બર સુધી અધિકારીઓ દ્વારા સરવે કરીને વધુ નામો નોંધવા માટે કામગીરી હાથ ધરાઈ છે.


Download Our B K News Today App



Related News