ટિકટોક પર પ્રતિબંધની શક્યતા : સરકારે નોટિસ જારી કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-11 17:56:10
  • Views : 562
  • Modified Date : 2019-08-11 17:56:10

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક અને હેલો પર પ્રતિબંધ મૂકાય તેવી શક્યતા છે. સરકારે આ બંને સોશિયલ મીડિયા એપ્સને નોટિસ પાઠવીને 24 સવાલોના જવાબ આપવાનો આદેશ કર્યો છે. જો સંતોષકારક જવાબ નહીં આવે તો બંને ઉપર દેશમાં પ્રતિબંધ મૂકાશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક અને હેલોના માધ્યમથી દેશ વિરોધ પ્રવૃત્તિ થતી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને સ્વદેશી જાગરણ મંચે ટિકટોક અને હેલો ઉપર યુઝર્સની પ્રાઈવસી ઉપરાંત દેશ વિરોધી પ્રવૃત્તિને પ્રોત્સાહન અપાતું હોવાનો આરોપ મૂક્યો હતો અને વડાપ્રધાનને ફરિયાદ કરી હતી.

એ પછી હવે ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટિસ પાઠવી છે. સરકારે બંને એપ્સને 24 સવાલોના જવાબ આપવાનો આદેશ કર્યો છે અને જણાવ્યું છે કે જો જવાબો સંતોષકારક નહીં હોય તો બંને ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે.

સરકારે નોટિસ જારી કરીને કહ્યું હતું કે બંને એપ્સ સામે દેશ વિરોધી પ્રવૃત્તિને પ્રોત્સાહન અપાતું હોવાનો આરોપ છે એ ઉપરાંત યુઝર્સના ડેટાની પ્રાઈવસીનો પણ પ્રશ્ન છે. એટલું જ નહીં, બાળકોની પ્રાઈવસી અને ફેક ન્યૂઝની સરકારી ગાઈડલાઈનનું પણ બંને એપ્સ દ્વારા પાલન થતું નથી. સરકારે તાકીદ કરી હતી કે દેશના યુઝર્સના ડેટા અન્ય સરકાર કે ખાનગી કંપનીઓને ન આપવાની બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ખાતરી આપવી પડશે.

13 વર્ષના બાળકો પણ એપ્સમાં પ્રવેશ કરી શકે છે. એપ્સની સામગ્રી વાંધાજનક હોવાથી દેશના કાયદા પ્રમાણે 18 વર્ષ ઉપરના યુઝર્સ જ ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા થાય તે જરૂરી છે. નોટિફિકેશન પછી ટિકટોક અને હેલોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત સરકારના સવાલોના યોગ્ય જવાબો આપવામાં આવશે.

ડેટા પ્રાઈવસીની ખાતરી અપાશે. ટિકટોક અને હેલોએ દાવો કર્યો હતો કે સ્થાનિક નાગરિકો અને સરકારને લગતા મુદ્દાનું પાલન કરાશે. બંને પ્લેટફોર્મે કહ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં દેશમાં આ પ્લેટફોર્મના વિકાસ માટે 1 અબજ ડોલરનું રોકાણ પણ કરવામાં આવશે

Download Our B K News Today App



Related News