વાવ તાલુકાના તીડ પ્રભાવિત વિસ્તારોમાં સર્વે હાથ ધરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-24 17:26:35
  • Views : 508
  • Modified Date : 2020-01-24 17:26:35

વાવ તાલુકાના તીડ પ્રભાવિત વિસ્તારોમાં સર્વે હાથ ધરાયો વાવ તાલુકાના સરહદી વિસ્તારમાં કુંડાળીયા, માવસરી  રાધાનેસડા, ચોથાનેસડા, સહિતના વિસ્તારોમાં ભારત પાકિસ્તાન બોર્ડર પરથી આવેલા કરોડોની સંખ્યામાં આવેલ તીડના ઝુંડોએ રવિ પાકમાં ભારે નુકસાન કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.તેને કંટ્રોલ કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની ૧૦ ટીમો અને સ્થાનિક ખેડૂતોની મદદથી તીડ પ્રભાવિત વિસ્તારમાં ૫૦ ટકાથી વધુ તીડોનો દવા છંટકાવ કરી નાશ કરાયો હતો. પરંતુ બચેલા તીડ રાજસ્થાન તરફ જતા તંત્રમાં અને ખેડૂતોમાં હાશકારો થયો હતો.  ચાર દિવસના આક્રમણના કારણે સરહદી વાવ વિસ્તારમાં ખેડૂતોનો પાક સંપૂર્ણ નાશ કરી દીધો છે. ત્યારે ખેતરોમાં વાવેલ રવિ પાક જેવા કે જીરૂ, રાયડું, ઈસબગુલ, ઘઉં, દિવેલા, સહિત અન્ય પાકને મોટાપાયે તીડના જુડોએ નુકસાન કર્યુ હતુ. જેમાં ખાસ જીરાના પાકને તળિયાઝાટક બોલાવતા ખેડૂતોને કરોડો રૂપિયાનો નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. મળતી માહિતી મુજબ, વાવ તાલુકામાં તીડથી થયેલ નુકસાન અંગે રાજ્ય સરકાર દ્વારા અગાઉ કરેલ જાહેરાત મુજબ, ખેડૂતોના પાકને તિડથી કરેલ નુકસાન બાબતે સંવેદનશીલ થઈ ૩૭,૦૦૦ હજારની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. અગાઉ આવેલ તીડના કારણે પાકનું નુકસાન સર્વે મોટા ભાગના વિસ્તારમાં થઈ ગયુ છે. જ્યારે પાછળથી આવેલ તીડ પ્રભાવિત વિસ્તાર જેવા કે વાવ તાલુકાના કુંડાળીયા, રાધાનેસડા, માવસરી, ચોથાનેસડા, સહિતના તીડ પ્રભાવિત વિસ્તારમાં ૨૩ જાન્યુઆરીથી ખેતીવાડી અધિકારીઓની ટીમો દ્વારા સર્વે કરી સહાય ચૂકવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સરહદી વિસ્તારમાં તીડના કારણે જગતના તાતને કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે ત્યારે રાજ્ય સરકારે દ્વારા ઉનાળુ સીઝન માટે સિંચાઈ માટે નર્મદા કેનાલમાં પાણી ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવે તો ઘાસચારાની પણ તંગી સર્જાઈ છે તેમાંથી ખેડૂતો ઉગરી શકે તેમ છે.


Download Our B K News Today App



Related News