વાવના નાળોદર, લોદ્રાણી અને બુકણામાં તીડનું આક્રમણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-10 10:24:49
  • Views : 646
  • Modified Date : 2019-07-10 10:24:49

સરહદી વાવ તાલુકાના નાળોદર, લોદ્રાણી અને બુકણા ગામની સીમમાં ખુબ જ મોટા પ્રમાણમાં તીડ આવ્યાં હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું ત્યારે વહીવટી તંત્ર દ્વારા સર્વે કરી તીડનો નાશ કરવાની કામગીરીઓ ચાલી રહી છે.  તીડના ઈંડાનો નાશ નહિ થતાં મોટા પ્રમાણમાં ખેતરોમાં જોવા મળી રહ્યા છે. ખેડૂતોના પાકનો સત્યાનાશ વાળી દેશે તો વળી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરીઓ પુરજોશમાં ચાલી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
રાજસ્થાનના જેશલમેરમાં પાકિસ્તાન તરફથી આવેલા તીડનું આક્રમણ જોવા મળ્યું છે અને આ તીડ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના અસારા, બુકણા, લોદ્રાણી, નાળોદર સહિત સુઈગામ પંથકમાં મોટા પ્રમાણમાં તીડનો આતંક ફેલાયો છે.  ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.  તીડના સંકટને લઈ તંત્ર પણ હરકતમાં આવ્યું છે.  ગુજરાતમાં અગાઉ વર્ષ ૧૯૯૩ અને ૨૦૦૩ માં તીડનો પ્રકોપ વર્તાયો હતો. જેના વર્ષો બાદ ફરી તીડ ત્રાટકવાનું સંકટ ઉભું થવા પામ્યું છે. જેને લઈ ખેડૂતો ચિંતિત થઈ ઉઠયા છે. ખેતીના દુશ્મન તીડ મોટા જુડમાં ત્રાટકતા હોય છે અને ઘડીના છઠ્ઠા ભાગમાં ખેતરમાં ઉભેલા પાકનો સફાયો બોલાવી દેતા હોય છે. જેને લઈ સતત દુષ્કાળ અને મોંઘવારીનો માર વેઠતા ધરતીપુત્રોમાં તીડના પ્રકોપને લઈ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે ગત વર્ષે અપૂરતા વરસાદના કારણે ચાલુ વર્ષે અછતનો સામનો કરતા સરહદી બનાસકાંઠા જિલ્લામાં વાવ અને સુઈગામ પંથકમાં તીડનો આતંક હોવાથી ખેતીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થશે તેવું ખેડૂતો જણાવી રહ્યાં છે.

Download Our B K News Today App



Related News