તીડ તો ગયા પણ ખેડૂતો માટે ઉપાધી આપતા ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-31 14:45:27
  • Views : 382
  • Modified Date : 2019-12-31 14:45:27


થરાદ પંથકમાં તીડ મારતાં નવી ઉપાધી સામે આવી છે. તીડ મારવા માટે છંટકાવ કરેલી દવા અત્યંત ઝેરી હોવાથી હવા સાથે સંપર્કમાં આવવાથી આરોગ્યને જોખમ થઈ શકે તેમ છે .સરહદી થરાદ પંથકમાં ત્રાટકેલા તીડને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તીડ નિયંત્રણ તથા ખેતીવાડીની ટીમોએ અંદાજિત ૨૦૦૦ લીટર જેટલી દવાનો આડેધડ છંટકાવ કર્યો હતો. જેના કારણે કરોડોની સંખ્યામાં તીડના મૃત્યુ નિપજયા હતા. આ મૃતદેહો થરાદ પંથકના તીડ અસરગ્રસ્ત ગામોમાં અને આડેવગડે પડેલા હોઇ તેની દુર્ગંધના કારણે ગ્રામજનોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે . બીજી બાજુ કેન્દ્ર સરકારની ટીમોએ છંટકાવ કરેલી દવાથી જિલ્લા ખેતીવાડી અધિકારી  બીમારપડી ગયા હતા. દવા અત્યંત ઝેરી હોવાના કારણે હવા સાથેના સંપર્કમાં આવવાથી માણસો અને પશુઓનું આરોગ્ય જોખમમાં આવવાની દહેશત દેખાઈ રહી  છે.  ખેડૂતો દવા છંટકાવની કામગીરીમાં જોડાતાં તેમની પણ હાલત બગડી હતી અને  તેમને પણ સારવાર લેવી પડી હતી . થરાદ તાલુકાના કાસવી, ભરડા, તાખવા, રાણેસરી, આંતરોલ, વાંદડા વિસ્તારોમાં વિસ્તરણ અધિકારી ભરતભાઇ ચૌધરી ટીમોની સાથે સતત  દવાનો છંટકાવ કરવામાં  કાર્યરત રહ્યા હતા. તદુપરાંત પંચાયતના સરપંચ શામળભાઈ પટેલે જણાવ્યું હતું કે જે વિસ્તારોમાં દવાનો છંટકાવ કર્યો છે તે વિસ્તારોમાં અવરજવર કરવી નહીં. જેમાં ૧૫૦૦ લીટર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને તીડો પર જેમ જેમ દવાની અસર થતી તેમ તેમ તીડ ઉડતા મોતને ભેટયા હતા અને  સેંકડોની સંખ્યામાં તીડ મર્યા હતા. આ દવા ૯૬ ટકા ઝેરી હોય છે.  


Download Our B K News Today App



Related News