શ્રેષ્ઠ શિક્ષકના રાષ્ટ્રીય એવોર્ડ માટે ગુજરાતમાંથી ત્રણ શિક્ષકોની પસંદગી, 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિના હસ્તે થશે સન્માન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-22 14:51:13
  • Views : 846
  • Modified Date : 2020-08-22 14:51:13

      આ વર્ષે શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાષ્ટ્રીય એવોર્ડ માટે ગુજરાતમાંથી ત્રણ શિક્ષકોની ભારત સરકાર દ્વારા પસંદગી કરવામાં આવી છે. તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીડાણા ગામના મહિપાલસિંહ સજ્જનસિંહ જેઠાવત, સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કંજેલી ગામના પ્રકાશચંદ્ર નરભેરામ સુથાર તથા અમદાવાદના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા સુધા ગૌતમભાઈ જોષીનો સમાવેશ થાય છે. આ ત્રણેય શિક્ષકોને આગામી 5મી સપ્ટેમ્બર શિક્ષક દિને રાષ્ટ્રીય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા એનાયત કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી માટે સમગ્ર દેશમાંથી 36 રાજ્યોમાંથી કુલ 47 શિક્ષકોને ભારત સરકારના શિક્ષણ વિભાગે પસંદ કર્યા છે. તેમાંથી ગુજરાતના ત્રણ શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષકોના રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદ થનાર આ ત્રણેય શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવીને જણાવ્યું છે કે આ શિક્ષકોએ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામીને ગુજરાતના શિક્ષણ ક્ષેત્રને ગૌરવવંતુ બનાવ્યું છે.

Download Our B K News Today App



Related News