સુરતના મહિધરપુરામાં હીરાની ઓફિસમાં રિવોલ્વર અને છરા સાથે ત્રાટકેલા ત્રણ અજાણ્યાઓનો હીરા વેપારી પર જીવલેણ હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-25 17:37:38
  • Views : 311
  • Modified Date : 2020-10-25 17:37:38

             મહિધરપુરા હરીપુરા વિશાલ વાડી પાસે આવેલી હીરાની ઓફિસમાં રિવોલ્વર અને છરા સાથે ત્રણ અજાણ્યાઓ ત્રાટક્યા હતા. હીરા વેપારી અને એકાઉન્ટના લમણે રિવોલ્વર અને ગળાના ભાગે રેમ્બો છરો મુકી બંધક બનાવી હીરા વેપારી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજા પામેલા હીરા વેપારીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હીરા વેપારી ઉપર લૂંટના ઈરાદે હુમલો કરાયો હોવાની આશંકા વચ્ચે ઓફિસમાંથી કશું લુટાયું ન હોવાને કારણે પોલીસે જુની અદાવતમાં પણ હુમલો કરાયો હોવાની શકયતા સાથે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.મહિધરપુરા પોલીસના જણાવ્યા મુજબ, ધોડદોડ રોડ કાકડીયા કોમ્પ્લેક્ષની પાછળ નંદીગ્રામ એપાર્ટમેન્ટમાં રહેતા અક્ષય નિમીષકુમાર શાહ (ઉ.વ.30) છેલ્લા પાંચેક વર્ષથી ચાર્ટડ એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. અને વરાછા કે.પી,સંઘવી બિલ્ડિંગમાં 1 વર્ષથી એકાઉન્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. આ ઉપરાંત અક્ષય શાહ મહિધરપુરા હરીપુરા વિશાલા વાડી કોન્ટ્રાકટર ખાંચા ખાતે હીરાનો ધંધો કરતા તેમના સંબંધી હીરા વેપારી આતિષ પ્રકાશ સવાણીનું પણ એકાઉન્ટન્ટનું કામ પણ સંભાળે છે. અઠવાડિયામાં એકાદ વખતે તેમના હીસાબની એન્ટ્રી માટે ઓફિસ જાય છે. અક્ષયને ગઈકાલે બપોરે આતિષે ફોન કરી તેમની ઓફિસમાં હિસાબનું કામ કરવાનું હોવાનું કહી બોલાવ્યો હતો. જેથી અક્ષય તેમની ઓફિસમાં ગયો હતો તે વખતે આતિષભાઈ તેમની ખુરશી ઉપર બેઠા હતા અને અક્ષય સામે બેસી લેપટોપ ઉપર હીરા વેપારના ખરીદ વેચાણના બીલો આપતા બીલોનું એકાઉન્ટનું કામ કરતો હતો. દરમિયાન મોઢા ઉપર માસ્ક પહેરીના ત્રણેક અજાણ્યાઓ રિવોલ્વર અને છરા સાથે અંદર ઘૂસ્યા હતા.આતિષભાઈ તેમને કોણ છો હોવાનું કહેતા રસીકભાઈ હોવાનું કહ્યું હતું. જાકે આતિષભાઈ કોઈ રસીક ભાઈને ઓળખતા ન હોવાથી તેમને કહેતા તેમના લમણે રિવોલ્વર મુકી હતી. બાકીના બે જણાએ અક્ષયના લમણે રિવોલ્વર અને ગળા ઉપર છરો મૂક્યો હતો. માલ કહા હે તેમ પુછતા આતિષભાઈએ જણાવેલ કે કુછ નહી હે. દરમિયાન હાથ ઉપર કર લે હોવાનુ કહી અને પછી નીચે લેટ જા જેથી ટેબલ પાસે સુઈ ગયા હતા અને ઉંધો સુવાનું કહી હાથ પગ અને મોઢુ બાંધી દીધા હતા અને ડ્રોવરની ચાવી માંગી હતીઆતિષભાઈને પણ રિવોલ્વર બતાવી ખુરશી તરફ ફેંકી ઢોર મારમાર્યો બાદ નાસી ગયા હતા. અક્ષયે હુમલાખોરો ગયા બાદ હાથ પગ ખોલી આતિષને જોવા જતા તેઓ લોહીલુહાણ હાલતમાં પડેલા હતા. જેથી તેમના સંબંધીઓને બોલાવી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બનાવ અંગેની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બનાવ અંગે પોલીસે અક્ષય શાહની ફરિયાદ લઈ ગુનો દાખલ કર્યો હતો. પોલીસની તપાસમાં હુમલાખોરો ઓફિસમાંથી કશું લૂંટી ગયા ન હતા. જેથી આતિષભાઈ ઉપર લૂંટના ઈરાદે કે પછી કોઈ જુની અદાવતમાં કરવામાં આવ્યો હોવાની આશંકા સાથે તપાસ શરુ કરી છે

Download Our B K News Today App



Related News