છાપીના ખેડૂતની હત્યા કરી ટ્રેકટર પડાવી લેનાર ત્રણ આરોપીઓને આજીવન કેદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-21 16:05:51
  • Views : 694
  • Modified Date : 2020-03-21 16:05:51

વડગામ તાલુકાના છાપી ગામના ખેડુતને 11 વર્ષ અગાઉ દારુ પીવડાવી કુવામાં ધકકો મારી મોત ને ઘાટ ઉતારી ટ્રેકટર પડાવી લેવાના કેસમાં પાલનપુર કોર્ટે 11 વર્ષ બાદ ત્રણ શખસોને આજીવન કેદની સજા ફટકારતાં કોર્ટમા સોપો પડી ગયો હતો. છાપી ગામના કાળુભાઇ ગલબાભાઇ ચૌધરીનુ નવું લાવેલું ટ્રેકટર લઇ માનજીભાઇ  2 નવેમ્બર 2009 ના રોજ ઘરેથી કોઇને કહયા વગર ગયા હતા.જે પરત આવયા નહતા પરીવારજનોની શોધખોળના અંતે પણ કોઇ ખબર ના મળતાં તેમના માતા મોંઘીબેને છાપી પોલીસ મથકે તેમના પુત્ર માનજીભાઇના ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી.છાપી ગામના ડાહયાભાઇ રાવળે મોંઘીબેનને ફોન કરી માનજીભાઇ વિશે જાણતો હોવાનું જણાવતાં માનજીભાઇના માતા મોંઘીબેન અને રામજીભાઇ ભરકાવાડાના પાટીયે ડાહયાભાઇને મળવા પહોંચ્યા હતા. જ્યાં ડાહયાભાઇ રાવળે સમગ્ર ઘટના વર્ણવતાં મોંઘીબેનને જણાવ્યું હતું કે ''હું અને માનજીભાઇ 2 નવેમ્બર-2009 ના રોજ ટ્રેકટર લઇ છાપી હાઇવેની હોટલ પર પહોંચ્યા હતા. તે વખતે પાલનપુરના રશીદભાઇ મુસલમાન છાપી ગામનો પીરમહમદ ઇસ્માઇલ અને ડાલવાણા ગામનો મુસતુફા અને જાકીર નામના માણસો હોટલ પર મળ્યા હતા. જ્યાં રસીદ મુસલમાને માનજીભાઇને દારૂ પીવડાવ્યો હતો. અને જાકીર તથા મુસતુફા ટ્રેકટર લઇ પાલનપુર તરફ ગયા હતા. જ્યારે માનજીભાઇને મારૂતિમાં બેસાડી ભરકાવાડાના હાઇવે પર એકાંત જગ્યાએ લઇ જઇ પીરમહમદ અને રસીદ મુસલમાને માનજીભાઇને અવાવરુ કુવામાં ધક્કો મારી દીધો હતો.'' આ સમગ્ર ઘટના માનજીભાઇની માતા મોંઘીબેને છાપી પોલીસને જણાવતાં પોલીસે ડાહયાભાઇ રાવળને સાથે રાખી ભરકાવાડા હાઇવે પર કુવામાં તપાસ કરતાં માનજીભાઇની લાશ કુવામાંથી મળી હતી. જે અંગેનો કેસ પાલનપુરની ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્શ જજ વિક્રમસિંહ બી.ગોહિલની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સી.જી.રાજપુત અને સ્પે.વકીલ વાય.એલ.બચાણીની દલીલોને માન્ય રાખી કોર્ટે આરોપીઓ પીરમંહમદ ઇસમાઇલભાઇ સાંઇ, મુસતુફા જમાલભાઇ સિપાઇ અને રસીદમંહમદ નજીરમહમદ શેખને આજીવન કેદની સજા અને ત્રણ હજારનો દંડ ફટકાર્યો હતો.

Download Our B K News Today App



Related News