આ વર્ષે ઉત્તરાખંડની ચારધામ યાત્રા 10 મેથી થશે શરૂ, કેદારનાથ ધામના દરવાજા 10 મેના રોજ ખુલશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-08 13:35:00
  • Views : 86
  • Modified Date : 2024-03-08 13:35:00

ઉત્તરાખંડની ચારધામ યાત્રા આ વર્ષે 10 મેથી શરૂ થવા જઈ રહી છે. આજે મહાશિવરાત્રિના દિવસે બાબા કેદારનાથના દ્વાર ખોલવાની તારીખની જાહેરાત બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે કેદારનાથની સાથે સાથે ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા પણ પહેલા જ દિવસે ખુલશે. આ વખતે કેદારનાથ ધામના દરવાજા 10 મેના રોજ સવારે 7 વાગ્યાથી ભક્તો માટે ખુલશે.શુક્રવારે મહાશિવરાત્રીના દિવસે ભગવાન કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ ઓમકારેશ્વર મંદિર, ઉખીમઠ ખાતે આજે શુક્રવારને મહાશિવરાત્રી પર્વે નક્કી કરવામાં આવી હતી. કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ કેદારનાથ ધામના રાવલ ભીમાશંકરના માર્ગદર્શન હેઠળ જાહેર કરવામાં આવી હતી. દરવાજા ખોલવાની તારીખ જાહેર થયા બાદ ચારધામ યાત્રાની તૈયારીઓ પણ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ભોલેનાથના ભક્તો કેદારનાથ ધામના દરવાજા ખુલવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે.ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવાનો શુભ સમય એપ્રિલમાં જાહેર કરવામાં આવશે, પરંતુ દરવાજા 10 મેના રોજ જ ખુલશે. ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા અક્ષય તૃતીયા પર જ ખુલે છે અને આ વખતે અક્ષય તૃતીયા 10મી મેના રોજ આવી રહી છે.બદ્રીનાથ ધામના દરવાજા 12 મેના રોજ સવારે 6 વાગ્યે બ્રહ્મમુહૂર્તમાં ખુલશે. દર વર્ષે વંસત પંચમીના દિવસે બદ્રીનાથના દ્વાર ખોલવાની તારીખ જાહેર કરવામાં આવે છે. તમામ દરવાજા ખોલવાની તારીખોની જાહેરાત બાદ લોકો હવે યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના દર્શન કરવા માટે ઉત્તરાખંડ આવવા માટે પ્રવાસની યોજના બનાવવામાં વ્યસ્ત થઈ જશે.

Download Our B K News Today App



Related News